Go Back
+ servings
અંજીર હલવો - અંજીર હલવો બનાવવાની રીત - anjeer halvo banavani rit - anjeer halvo recipe in gujarati - anjeer halwa recipe in gujarati - anjeer halwa banavani rit - anjeer halvo recipe - anjeer halwa recipe

અંજીર હલવો બનાવવાની રીત | anjeer halvo banavani rit | anjeer halvo recipe in gujarati | anjeer halwa recipe in gujarati | anjeer halwa banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે અંજીર હલવો બનાવવાની રીત - anjeer halvo banavani rit શીખીશું, શિયાળા માં આપણે લગ્ન પ્રસંગ માં જઈએ ત્યાં અલગ અલગ હલવા ને મિક્સ કરી મિક્સ ડ્રાય ફ્રુટ હલવો ખાતા હોઈએ છીએ જે આપણે ખૂબ પસંદ આવતા હોય છે તો એ મિક્સ ડ્રાય ફ્રુટ હલવા માં એક હલવો અંજીરનો પણ હોય છે તો આજ આપણે ઘરે anjeer halvo recipe in gujarati - anjeer halwa recipe in gujarati શીખીએ
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

અંજીર હલવો બનાવવા જરૂરી સામગ્રી

  • 200 ગ્રામ અંજીર
  • ½ કપ સોજી
  • ½ કપ ઘી
  • ½ કપ ખાંડ
  • ¾ કપ મિલ્ક પાઉડર /  મોરો માવો છીણેલો ½ કપ
  • પાણી જરૂર મુજબ

Instructions

અંજીર હલવો | anjeer halvo | anjeer halvo recipe | anjeer halwa recipe

  • અંજીર હલવો બનાવવા માટે અંજીર ને સાફ કરી લ્યો ત્યાર બાદ એક બે વખત પાણી થી ધોઇ લ્યો અને ત્યાર બાદ અંજીર ડૂબે એટલું ગરમ પાણી નાખી ઢાંકીને બે ત્રણ કલાક પલાળી મૂકો અને બે કલાક પછી પલાળેલા અંજીર માંથી બે ચાર અંજીર એક બાજુ કાઢી લ્યો
  • બાકી રહેલ બીજા અંજીર ને પીસી લ્યો પીસવા માટે જે પાણી માં અંજીર પલાળેલા હતા એજ નાખી ને બરોબર પીસી ને પેસ્ટ કરી લ્યો અને એક બાજુ મુકેલ અંજીર ના ચાકુથી કટકા કરી લ્યો અને એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં સોજી ને ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો સોજી ગોલ્ડન શેકાઈ જાય એટલે એમાં ઘી નાખી મિક્સ કરી એક બે મિનિટ ઘી માં શેકી લ્યો ત્યાર બાદ અંજીર ના કટકા અને અંજીર ની પેસ્ટ નાખી મિક્સ કરી મિડીયમ તાપે હલાવતા રહો ને શેકતા રહો આઠ દસ મિનિટ માં અંજીર શેકાઈ જાય ત્યાર બાદ એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો
  • ખાંડ નાખ્યા બાદ હલવો નરમ થઇ જસે પણ બીજા આઠ દસ મિનિટ માં હલવો પાછો ઘટ્ટ થઈ જશે હલવો પાછો ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો  ( ખાંડ ની માત્ર તમારો પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો )
  • ત્યારબાદ એમાં મિલ્ક પાઉડર નાખી મિક્સ કરી લ્યો ( જો માવો નાખો તો એને બીજી કડાઈમાં શેકી લીધા બાદ નાખી ને મિક્સ કરવો) છેલ્લે કાજુ બદામ ને પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી ગરમ કે ઠંડો સર્વ કરો અંજીર નો હલવો

anjeer halvo recipe in gujarati notes

  • અહી જે સોજી શેકી નાખેલ છે એની જગ્યાએ ઘઉનો ક રકરો લોટ પણ શેકી ને લઈ શકો છો
  • જો મોરો માવો નાખો તો એને અલગ થી શેકી ને છેલ્લે નાખી મિક્સ કરી પાંચ મિનિટ ચડાવી લેવો
  • ડ્રાય ફ્રુટ તમે તમારી પસંદ ના નાખી શકો છો
  • ખાંડ ની જગ્યાએ ગોળ પણ વાપરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો