Go Back
+ servings
પોંક ભેળ બનાવવાની રીત - ponk bhel recipe - ponk bhel recipe in gujarati - ponk bhel banavani rit

પોંક ભેળ બનાવવાની રીત | ponk bhel recipe | ponk bhel recipe in gujarati | ponk bhel banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે પોંક ભેળ બનાવવાની રીત - ponk bhel banavani rit શીખીશું,, પોંક તો આપને બધાએ ખાધો જ હસે ખેતરકે વાડીમાં જુવાર કે ઘઉં ના છોડ પર નાના નાના કણસલા આવે એમાં દાણા ભરાય ને દાણા જ્યારે કાચા હોય ત્યારે જ એના કણસલા ને તોડી એને શેકી ને એના દાણા કાઢી ને ખાવાથી જે સ્વાદઆવે એ ક્યારે ના ભૂલાય આ પોંક ને અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે ખવાતા હોય છે આજ આપણેએમાંથી ભેલ બનાવી તૈયાર કરીશું તો ચાલો ponk bhel recipe in gujarati  શીખીએ
No ratings yet
Prep Time 19 mins
Total Time 19 mins
Course gujarati nasto, nasto, nasto banavani rit
Cuisine Indian
Servings 2 વ્યક્તિ

Equipment

  • 1 તપેલી

Ingredients
  

પોંક ભેળ બનાવવા જરૂરી સામગ્રી | પોંક ભેલ બનાવવાની રીત

  • કપ કાચા જુવાર ના દાણા
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ઝીણું સુધારેલ ટમેટા
  • 2 બાફેલા બટાકા ના કટકા
  • 1 ચમચી કાચી કેરી / આમચૂર પાઉડર
  • 5-7 પાપડી પુરી
  • 3-4 ચમચી મીઠી ચટણી
  • 1-2 ચમચી લીલી ચટણી
  • ચાર્ટ મસાલો
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી દહી
  • 3-4 ચમચી ઝીણી સેવ

Instructions
 

પોંક ભેળ | ponk bhel | ponk bhel recipe

  • પોંક ભેલ બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં કાચા જુવાર ના દાણા લ્યો ત્યાર બાદ એમાં ઝીણીસુધારેલી ડુંગળી, ઝીણું સુધારેલ ટમેટા, એકાદ બાફેલા બટાકા ના કટકા અનેએક બાફેલ બટાકા ને મેસ કરી નાખો
  • હવે એમાં જો હોય તો કાચી કેરી  ઝીણી સુધારેલી નાખો ને જો કાચી કેરીના હોય તો આમચૂર પાઉડર , ત્રણ ચાર  પાપડી પુરી  ને ક્રસ કરી નાખો સાથે મીઠી ચટણી,લીલી ચટણી,ચાર્ટ મસાલો,લીલા ધાણાસુધારેલા,મીઠું સ્વાદ મુજબ, લીલું લસણ ઝીણુંસમારેલું 2 ચમચી, લીંબુનો રસ, દહી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ને ચાખી લ્યો જો જરૂર લાગે તો મીઠું નાંખીમિક્સ કરી લ્યો
  • હવે સર્વીંગ બાઉલ માં કાઢી ઉપરથી ચાર્ટ મસાલો ચપટી છાંટો ને પાપડી પુરી ને ઝીણી સેવ છાંટીને મજા લ્યો પોંક ભેલ

ponk bhel recipe in gujarati notes

  • અહીં તમે જુવાર શિવાય ના પણ પોંક નો ઉપયોગ કરી શકો છો
  • તમે ઇચ્છો તો પોંક ને કડાઈ માં  બીજી વખત ભેલ બનાવતા પહેલા થોડો શેકીપણ શકો છો
  • જો ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખવા
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો