મેથીના રસિયા મુઠીયા બનાવવા માટે સૌ પ્રથમ મેથી સાફ કરી ધોઈલ્યો ને એનું પાણી નિતારી કોરી કરી લ્યો ત્યાર બાદ ઝીણી ઝીણી સુધારી લ્યો,
ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં ચાળી ને બાજરા નો લોટ અને જુવારનો લોટ નાખી ધીમા તાપે હલાવતા રહી ચાર પાંચ મિનિટ શેકી લ્યો અને ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો
હવે ખંડણી માં જીરું અને લસણ ની કણી નાખી પેસ્ટ બનાવી લ્યો ત્યાર બાદ શેકેલ લોટ ઠંડો થતાં એમાં મેથી સુધારેલી, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરુંપાઉડર, લસણ જીરું નો પેસ્ટ, સફેદ તલ,મસળી ને અજમો , સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો
હવે એમાં થોડુ થોડુ પાણી નાખી લોટ બાંધી લ્યો બાંધેલા લોટ મેથી હાથ પર તેલ લગાવી લોટ માંથી નાના નાના ગોળ ગોલી કે લંબગોળ ગોલી બનાવી લ્યો ,
ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં ઘી / તેલ ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં રાઈ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદએમાં મીઠા લીમડા ના પાંદડા અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો
હવે એમાં બે કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લસણ જીરું ની પેસ્ટ નાખી, સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને પાણી ને ઉકળવા દયો પાણી ઉકળવા લાગે એટલે એમાં તૈયાર કરેલ મુઠીયા નાખી દયો
ઉકળતા પાણી માં મુઠીયા નાખી દીધા પછી ઢાંકી ને મિડીયમ તાપે મુઠીયા ને પંદર વીસ મિનિટ ચડાવો લ્યો વીસ મિનિટ પછી મુઠીયા ચેક કરી લ્યો જો અંદર સુંધી ચડી ગયા હોય તો ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી મજા લ્યો રસ મેથી મુઠીયા