સ્ટ્રોબેરી જામ બનાવવા સૌપ્રથમ લાલ લાલ તાજી સ્ટ્રોબેરી ને પાણી મા નાખી થોડી વાર મૂકો જેથી એના પર કોઈ ધૂળ ચોટી હોય તો નીકળી જાય,
ત્યારબાદ પાણી થી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો ને કપડા પર નાખી કોરી કરી લ્યો હવે એની દાડી વારો ભાગ ચાકુથી અલગ કરી લ્યો અને સ્ટ્રોબેરી ચાર ભાગ માં કટકા કરી લ્યો
હવે એક જાડા તળિયાવાળી કડાઈમાં સ્ટ્રોબેરી ના કટકા નાખો ને સાથે વિનેગર, ખાંડ અને ચપટી મીઠું પણ નાખીને મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ને ધીમો ચાલુ કરી હલાવતા રહી ચડાવો પહેલા ખાંડ ઓગળી જસે એટલે મિશ્રણ સાવ ઢીલું થઈ જશે,
ત્યારબાદ ધીરે ધીરે ઘટ્ટ થઈ જશે ને ઘટ્ટ થવા માં ઓછામાં ઓછો એકાદ કલાક નો સમય લાગશે એટલે ધીમા તાપે જામ ને ચડવતા રહો ને થોડી થોડી વારે હલાવતા રહો
જ્યારે તમે હલવો ત્યારે સ્ટ્રોબેરી ને થોડી થોડી દબાવી ને મેસ પણ કરતા જાઓ અને એના પર આવેલ સફેદ જાગ ને ચમચાથી કાઢી લ્યો ચાલીસ મિનિટ પછી પાછો જામ ઘટ્ટ થવા લાગશે ને સાઈઠ મિનિટ પછી પ્લેટ માં એક ચમચી જામ મૂકી થોડો થવા દયો ત્યાર બાદ પ્લેટ નામવી જુવો જો ફેલાય નહિ તો જામ તૈયાર છે ગેસ બંધ કરી નાખો
હવે સાફ એર ટાઈટ બરણી માં ઠંડો કરેલ જામ ભરી લ્યો ને ફ્રીઝ માં મૂકી છ સાત મહિના સુંધી મજા લ્યો સ્ટ્રોબેરી જામ