ત્રિરંગા પૂરી બનાવવાની રીત | tiranga puri banavani rit | તિરંગા પૂરી બનાવવાની રીત | tiranga puri recipe in gujarati
નમસ્તે મિત્રો આજ આપણે ત્રિરંગા પૂરી બનાવવાની રીત - તિરંગા પૂરી બનાવવાની રીત શીખીશું, પુરી તો બધા બનાવતા હોય છે પણ આજઆપણે ભારત દેશ ના ધ્વજ માં રહેલ ત્રણ રંગ નો ઉપયોગ કરી પુરી તૈયાર કરીશું જે ખાવા માંતો ટેસ્ટી લાગે છે સાથે જોવામાં પણ એટલી સારી લાગે છે તો ચાલો tiranga puri banavani rit - tiranga puri recipe in gujarati શીખીએ
2.50 from 2 votes
Prep Time: 30 minutesminutes
Cook Time: 30 minutesminutes
Total Time: 1 hourhour
Servings: 5વ્યક્તિ
Equipment
1 કડાઈ
1 પાટલો વેલણ
Ingredients
કેસરી રંગ નો લોટ બાંધવા માટેની સામગ્રી
1 કપઘઉંનો / મેંદા નો લોટ
1 ચમચીસોજી
2 બાફેલા કેસરી ગાજર / ટમેટા નીપ્યુરી
2-3ચમચીતેલ
મીઠું સ્વાદ મુજબ
સફેદ રંગ નો લોટ બાંધવા માટેની સામગ્રી
1 કપઘઉંનો / મેંદા નો લોટ
1 ચમચીસોજી
2-3 ચમચીતેલ
સ્વાદ મુજબ મીઠું
પાણી જરૂર મુજબ
લીલો રંગ નો લોટ બાંધવા માટેની સામગ્રી
ઘઉં / મેંદા નો લોટ
બાફેલા પાલક ની પ્યુરી જરૂર
1ચમચીસોજી
સ્વાદ મુજબ મીઠું
2-3 ચમચીતેલ
તરવા માટે તેલ
Instructions
ત્રિરંગા પૂરી | tiranga puri | તિરંગા પૂરી | tiranga puri recipe
ત્રિરંગા પુરી બનાવવા સૌપ્રથમ આપણે રાષ્ટ્રધ્વજ જેવા રંગ ના લોટ બાંધી લેશું ત્યારબાદ રોલ વાળી ને કટકા કરી પુરી વણી ને તેલ ગરમ કરી ગરમ તેલ માં પુરી તરી લેશું
સફેદ રંગ નો લોટ બાંધવા માટેની રીત
સૌ પ્રથમ એક વાસણમાં ઘઉં / મેંદા નો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, સોજીઅને એક ચમચી નાખી મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મિક્સ કરી કઠણલોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને એક બાજુ ઢાંકી ને મૂકો
કેસરી રંગ નો લોટ બાંધવા માટેની રીત
કેસરી રંગ કરવા કેસરી રંગ ને ગાજર છોલી ને કટકા કરી બાફી લ્યો અથવા ટમેટા ને પાણી મા બાફીલઈ નિતારી ઠંડા કરી લ્યો અને મિક્સર જાર માં પીસી ને મોટી ગરણી થી ગાળી લ્યો
એક વાસણમાં ઘઉં / મેંદા નો લોટચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, સોજી અને એક ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગાજર ની પ્યુરી જરૂર મુજબ નાખી મિક્સ કરી કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલો લોટ એક બાજુ મૂકો
લીલા રંગનો લોટ બાંધવા માટેની રીત
સૌ પ્રથમ પાલક ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ એક ગ્લાસ પાણી માં બે ચાર મિનિટ બાફી લ્યો ને પછી ઠંડા પાણી માં નાખી દયો હવે પાણી નિતારી મિક્સર જારમાં નાખી પીસી લ્યો ને એને પણ ગરણી થી ગાળી લ્યો
હવે એક વાસણમાં ઘઉં / મેંદા નો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, સોજીઅને એક ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાલક ની પ્યુરી નાખી મિક્સ કરી લ્યો અને કઠણ લોટ બાંધી લ્યો
ત્રિરંગા પુરી બનાવવાની રીત
ત્રણે બાંધેલા લોટ ના ગોળ બનાવી લ્યો અને ત્રણે ગોળ ને એક સરખા વણી લ્યોઅને ત્રિરંગા જેમ પહેલા લીલો રંગ એના પર સફેદ રંગ અને એના પર કેસરી રંગ નો લોટ એક ઉપરએક મૂકો અને થોડા થોડા દબાવી લ્યો ને એક બીજા માં ચોકડી દયો ને થોડો ફેરવી લ્યો અનેપછી એક બાજુથી ગોળ ફેરવી રોલ બનાવી લ્યો અને હવે ચાકુ થી જે સાઇઝ ની પૂરી બનાવી હોયએ સાઇઝ ના લુવા કાપી લ્યો
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી લુવા ને હાથ થી થોડો કિનારીથી ગોળ બનાવી લ્યો અને પાટલા વેલણ ને તેલ લગાવી પુરી ને વણી લ્યો આમ બે ચાર પુરી વણી ને તૈયાર કરી લ્યો ને તેલ ગરમ થાય એટલે વણેલી પુરી ગરમ તેલ માંનાખી ને તરી લ્યો આમ બધી પુરી વણી ને તરી લ્યો ને મજા લ્યો ત્રિરંગા પુરી
tiranga puri recipe notes
અહી તમે કાચા ગાજર અને પાલક પીસી ને નાખી શકો છો
પુરીમાં ફ્લેવર્સ આપવા માટે લીલા મરચા અથવા લાલ મરચા કે સફેદ મરી પણ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો