Go Back
+ servings
તરી પૌવા બનાવવાની રીત - Tarri poha recipe in Gujarati - Tarri poha banavani rit

તરી પૌવા બનાવવાની રીત | Tarri poha recipe in Gujarati | Tarri poha banavani rit

આપણે નાગપુર માં ખવાતી રીત મુજબ પૌવા સાથે તરી પણ સીખસુ. તો ચાલો શીખીએ તરી પૌવા બનાવવાની રીત , Tarri poha recipe in Gujarati,Tarri poha banavani rit gujarati ma
4.60 from 5 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Ingredients

ડુંગળી ના પેસ્ટ માટે જરૂરીસામગ્રી

  • 2 ચમચા તેલ
  • કપ સૂકા નારિયળ નાટુકડા
  • 2-3 ડુંગળી સુધારેલી
  • 5-6 કળી લસણ
  • 1 ઇંચ આદુ સુધારેલું
  • 1 નો ટુકડો
  • 4-5 લવિંગ
  • 4-6 કાળા મરી
  • મીઠું સ્વાદાનુસાર

તરી ના વઘાર માટે જરૂરી સામગ્રી

  • 1 ચમચી
  • 1 ચમચી રાઈ
  • 2-3 તમાલપત્ર ૨-૩
  • 1 ચમચી હિંગ
  • ½ ૧/૨ હળદર પાઉડર
  • 4 ચમચા લાલ મરચું પાઉડર
  • 1 ચમચો ધાણા પાઉડર
  • 1 જીરૂ પાઉડર ૧ ચમચી
  • 2 ચમચા ૨ ચમચા કાળો ગરમ મસાલો
  • મીઠું સ્વાદાનુસાર
  • 1 મુઠ્ઠી મુઠ્ઠી લીલા ધાણાસમારેલા
  • 1-1.5 લીટર ગરમ પાણી
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • 10-12 ટામેટા અડધા કાપેલા

પૌવા માટે જરૂરી સામગ્રી

  • 2 કપ પૌવા
  • 1 ચમચો તેલ
  • 1 રાઈ જીરું
  • 12-15 મીઠા લીમડા ના પાન
  • 1-2 લીલા મરચાં
  • ¼ કપ સિંગા ના દાણા ૧/૪
  • ½ કપ ડુંગળી સુધારેલી ૧/૨ કપ
  • ½ ચમચી હળદર પાઉડર
  • 1 ચમચી ખાંડ ૧ ચમચી
  • ચમચી મીઠું સ્વાદાનુસાર
  • 1-2 ૧-૨ બટેટાં બાફી નેસુધારેલા
  • 1 ચમચી લીંબુ નો રસ
  • 1 ચમચો લીલા ધાણા સમારેલા
  • 1 કપ ચેવડો ( સર્વ કરવા)

Instructions

તરી પૌવા બનાવવાની રીત | Tarri poha recipe in Gujarati

  • તારી પૌવા બનાવવા અપને પેલે તારી બનાવવાની રીત,ડુંગળી ની પેસ્ટ બનાવવાની રીત,તરી ના વઘાર ની રીત પહેલા શીખીશું

તરી બનાવવા ની રીત

  • તરી બનાવવા માટે તમારેદેશી ચણા ને ૮-૧૦ કલાક પહેલા પલાળી દો. ચણા પલળી જાય એટલે તેને ધોઈ ને એક કુકર માંનાખી ૪ ગણું પાણી ઉમેરીને અને સ્વાદ મુજબ મીઠું નાખી ને ૩-૪ સીટી વાગે ત્યાં સુધીમધ્યમ તાપે ચઢવા દો.
  • ચણા બફાઈ ત્યાં સુધી આપણેતરી માટેની ડુંગળી ની પેસ્ટ બનાવી લઈએ

ડુંગળી ની પેસ્ટ બનાવવાની રીત

  • એક કડાઈમાં તેલ ગરમ કરો.હવે તેમાં નારિયળ ના ટુકડા નાખી ગોલ્ડન કલર થાય ત્યાં સુધી શેકો. પછી તેમાં ડુંગળીનાખી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. ડુંગળી સેકાઇ જાય એટલે તેમાં લસણ , આદુ, તજ, લવિંગ , મરી અને સ્વાદ મુજબ મીઠું નાખી બરાબર સેકો.
  • હવે ગેસ બંધ કરી મિશ્રણ નેથડું થવા દો. મિશ્રણ ઠંડુ પડે એટલે તેને એક મિક્સર જારમાં પીસી લો. ડુંગળી નીપેસ્ટ તૈયાર છે.
  • હવે આપણે તરી માટેનો વઘારકરસુ.

તરી ના વઘાર ની રીત

  • એક કડાઈ માં તેલ ગરમ કરવામૂકવું. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ , જીરું, તમાલપત્ર નાખો. રાઈ તતડેએટલે એમાં હિંગ, હળદર , લાલ મરચું પાઉડર, ધાણા પાઉડર, જીરું પાઉડર,
  • કાળો ગરમ મસાલો નાખીશેકો. હવે તેમાં ડુંગળી ની પેસ્ટ નાખી દો પેસ્ટ નાખ્યા પછી તેમાંથી તેલ છૂટે ત્યાંસુધી શેકો. પછી તેમાં સમારેલા લીલાં ધાણા નાખી બરાબર હલાવી લો.
  • પછી તેમાં ચણા બાફવા માંવધેલું પાણી અને બીજું ૧-૧.૫ લીટર પાણી ઉમેરીને બરાબર હલાવો. હવે તેના ૨૦ મિનિટસુધી ધીમા તાપે ચડવા દો. પછી તેમાં આમચૂર પાઉડર અને વચ્ચે થી અડધા કાપેલા ટામેટાનાખી ૧૦ મિનિટ સુધી ધીમા તાપે ચડવા દો. તૈયાર છે તરી.
  • હવે આપણે પૌવા બનાવશું.

પૌવા બનાવવા ની રીત

  • સૌ પ્રથમ પૌવા ને એક ચારણીમાં લઇ પાણી થી વ્યવસ્થિત રીતે ધોઈ લો.
  • હવે એક કડાઈમાં તેલ ગરમકરી તેમાં રાઈ જીરું નાખો. રાઈ તતડે એટલે તેમાં મીઠા લીમડા ના પાન, લીલા મરચાં, સીંગા ના દાણા નાખો. સિંગ ના દાણા સિકાઈ જાય એટલે તેમાંસમારેલી ડુંગળી અને હળદર પાઉડર નાખી ડુંગળી ને સાતડો. પછી તેમાં ખાંડ ,મીઠું, અને બાફેલા બટેટા નાખી સેકો.  હવે તેમાં પૌવા અને લીંબુ નો રસ અને સમારેલા લીલાં ધાણા નાખી બરાબર હલાવી ને એકમિનિટ સેકો. તૈયાર છે મસ્ત પૌવા.
  • હવે આપણે તરી પૌવા સર્વકરવા હોય ત્યારે સૌ પ્રથમ એક પ્લેટ માં પૌવા લઈ તેના પર ચેવડો ભભરાવી ઉપર ચણા નીતરી રેડી સર્વ કરો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો