પાલક વટાણા નું શાક બનાવવા સૌપ્રથમ કાચી પાલક ના પાંદડા સાફ કરી ધોઈ ને નિતારી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં એક ગ્લાસ પાણી ગરમ કરો પાણી ઉકળવા લાગે એટલે પાલકને એમાં નાખી પાંચ મિનિટ ઉકળી લ્યો ત્યાર બાદ કાઢી ને ઠંડા પાણી માં નાખી દયો અને ગરમ પાણી માં વટાણા નાંખી પાંચ સાત મિનિટ બાફી લ્યો ને એને પણ કાઢી ને ઠંડા પાણી માં નાખી દયો
હવે બાફેલ પાલક ને ઠંડા પાણી માંથી કાઢી મિક્સર જાર માં નાખી પીસી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં તેલ નાખી ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો ને સાથે સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સુધારેલા ડુંગળી નાખી ડુંગળી ને ગોલ્ડન શેકી લ્યો
ડુંગળી ગોલ્ડન થાય એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી બે મિનિટ શેકો ત્યાર બાદ એમાં બેસન નાખી મિક્સ કરી લ્યો અને બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા ટામેટા અને મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો ને તેલ અલગ થાય ત્યાં સુધી ચડાવી લ્યો
ટમેટામાંથી તેલ અલગ થાય એટલે તેમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, કસુરી મેથી અને ગરમ મસાલો નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં પાલક ની પ્યુરી અને પા કપ પાણી નાખી મિક્સ કરી પાંચ મિનિટ ઉકળવા દયો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો ત્યાર બાદ એમાં મલાઈ નાખી બે મિનિટ ચડાવી લ્યો
હવે એમાં બાફી રાખેલ વટાણા નાખી મિક્સ કરી લ્યો ને બીજી બે ચાર મિનિટ ચડાવી લ્યો છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી શાક ને એક બાજુ મૂકો
વઘરીયામાં ઘી ગરમ કરી લ્યો ઘી ગરમ થાય એટલે તેમાં જીરું , સફેદ તલ, સૂકા લાલ મરચાના, લસણ ના કટકા, લીલા મરચા મરચા નાખી મિક્સ કરી લ્યોને તૈયાર વઘાર ને શાક માં નાખી બરોબર મિક્સ કરી કડાઈ ને બે ચાર મિનિટ ઢાંકી ને રહેવાદયો ત્યાર બાદ ગરમ ગરમ રોટલો , રોટલી ,પરોઠા સાથે સર્વ કરો પાલક વટાણા નું શાક