Go Back
+ servings
ડુંગળી ના પરોઠા - dungri na paratha - dungri na paratha recipe - recipe of onion paratha - ડુંગળી ના પરોઠા બનાવવાની રીત - dungri na paratha banavani rit - dungri na paratha recipe in gujarati - recipe of onion paratha in gujarati

ડુંગળી ના પરોઠા બનાવવાની રીત | dungri na paratha banavani rit | dungri na paratha recipe in gujarati | recipe of onion paratha in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ડુંગળી ના પરોઠા બનાવવાની રીત - dungri na paratha banavani rit શીખીશું, આ પરોઠા તમે સવાર ના નાસ્તામાં બનાવો કે પછી એક દિવસ ના  પ્રવાસ માં લઇ જાઓ ખાવા ની મજા આવીજસે અને પરોઠા બહારથી ક્રિસ્પી અને અંદર થી મસાલેદાર બનશે તો ચાલો dungri na paratha recipe in gujarati- recipe of onion paratha in gujarati શીખીએ
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients

પરોઠાનો લોટ બાંધવા માટેની સામગ્રી

  • 2 કપ ઘઉંનો લોટ
  • 2-3 ચમચી ઘી / તેલ
  • સ્વાદ મુજબ મીઠું

ડુંગળીના પરોઠા નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • 3-4 ઝીણી ઝીણી સુધારેલ ડુંગળી
  • ½ કપ લીલા ધાણા સુધારેલા
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર / ચીલી ફ્લેક્સ
  • ½ ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી કસુરી મેથી
  • સ્વાદ મુજબ મીઠું
  •  ઘી / તેલ જરૂર મુજબ

Instructions

ડુંગળી ના પરોઠા | dungri na paratha | dungri na paratha recipe | recipe of onion paratha

  • ડુંગળીના પરોઠા બનાવવા સૌપ્રથમ આપણે લોટ બાંધી લેશું ત્યાર બાદ એનું સ્ટફિંગ તૈયાર કરીશું અને ત્યાર બાદ પરોઠા વણી ને ગોલ્ડન શેકી લેશું

પરોઠાનો લોટ બાંધવાની રીત | paratha no lot bandhvani rit

  • એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને બે ચમચી ઘી / તેલ નાખી મસળી લ્યો ત્યારબાદ એમાં જરૂર મુજબ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો ને એક ચમચી તેલ / ઘી નાખી લોટ ને મસળી લ્યો ને ઢાંકી ને રાખો

ડુંગળીનું સ્ટફિંગ બનાવવાની રીત

  • સ્ટફિંગ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઝીણી ઝીણી સુધારેલ ડુંગળી, ધોઇ સાફ કરેલ લીલા ધાણા સુધારેલા,લીલા મરચા સુધારેલા, આદુ પેસ્ટ, લાલ મરચાનો પાઉડર / ચીલી ફ્લેક્સ, ધાણા જીરું પાઉડર, આમચૂર પાઉડર, ગરમ મસાલો, હાથ થી મસળી કસુરી મેથી અને સ્વાદ મુજબ મીઠું નાખી મસળી ને મિક્સ કરી લ્યો

ડુંગળીના પરોઠા બનાવવાની રીત

  • બાંધેલા લોટ માંથી એક લુવો લ્યો અને વાટકા નો આકાર આપી દયો ત્યાર બાદ એમાં સ્ટફિંગ ભરી બરોબર પેક કરી લ્યો ને હથેળી વડે થોડા દબાવી લ્યો ત્યાર કોરા લોટ થી હલકા હાથે વણી લ્યો હવેગેસ પર એક તવી ને ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એમાં વણેલો પરોઠા ને નાખો ને બને બાજુ થોડો થોડો ચડાવી લ્યો
  • પરોઠાને બને બાજુ થોડા થોડા ચડાવી લીધા બાદ બને બાજુ ઘી કે તેલ લગાવી ગોલ્ડન શેકી લ્યો આમ બધા પરોઠા વણી ને શેકો લ્યો ને ચટણી કે  સોસ સાથે સર્વ કરો ડુંગળી ના પરોઠા

Dungri na paratha recipe in gujarati notes

  • સ્ટફિંગ વાળા પરોઠા માટે નો લોટ હમેશા થોડો નરમ બાંધવો જેથી પરોઠા વણાતી વખતે ફાટશે નહિ
  • સ્ટફિંગમાં જો પાણી અલગ થઈ જાય તો કા સ્ટફિંગ તૈયાર કરી ફ્રીઝ માં મૂકી દયો અથવા એકાદ બે ચમચી શેકેલ બેસન નો લોટ નાખી દેવો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો