ગ્રેવી બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં સુધારેલ ડુંગળી, આદુ, લસણની કળી,લીલા મરચા નાખી અધ કચરા પીસી લઈ એક વાસણમાં કાઢી લ્યો ને એજ મિક્સર જારમાં ટમેટા સુધારેલ નાખી પીસી ને પ્યુરી બનાવી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર, તજનો ટુકડો, મરી, મોટી એલચી અને જીરું નાખી શેકો મસાલા શેકાઈ જાયએટલે એમાં પીસી રાખેલ ડુંગળી નો પેસ્ટ નાખી પેસ્ટ ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ડુંગળીશેકાઈ જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર,હળદર અને પાલક નું પાણી નાખી મિક્સ કરી લ્યો
ચાર મિનિટ મસાલા ને શેકી લીધા બાદ એમાં ટમેટા પ્યુરી નાખી મિક્સ કરી ને તેલ અલગ થાય ત્યાંસુધી શેકો ટમેટા માંથી તેલ અલગ થાય એટલે એમાં ગરમ પાણી નાખી મિક્સ કરી ગ્રેવી ને ઉકાળવી લ્યો પાણી ઉકળવા લાગે એટલે એમાં તૈયાર કરેલ પાલક બેસન બોલ નાખી ત્રણ ચાર મિનિટ એમજ ખુલા ચડાવી લ્યો
ચાર મિનિટ પછી હલાવી ને મિક્સ કરી લ્યો ને મીઠું ચેક કરી લ્યો જરૂર લાગે તો જરૂર મુજબ મીઠું નાખી મિક્સ કરી નાખો ત્યાર બાદ ગેસ મિડિયમ તાપે કરી ઢાંકી પાંચ સાત મિનિટ ચડાવો વચ્ચે એક બે વખત હલાવી નાખવી સાત મિનિટ પછી એમાં મસળી ને કસુરી મેથી નાખી મિક્સ કરી ગેસ બંધકરી ગરમ ગરમ શાક ને સર્વ કરો પાલક બેસન કોફતા શાક