કુકરમાં ગાજર નો હલવો બનાવવા સૌપ્રથમ ગાજર ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી લ્યો ને ફરીથીએક વખત ધોઇ લ્યો હવે ચાકુથી મોટા મોટા કટકા કરી લ્યો ( અહી તમે ગાજર માં રહેલ સફેદ ભાગ કાઢવો હોય તો કાઢી નાખી શકો છો )
હવે ગેસ ચાલુ કરી ગેસ પર એક કડાઈમાં સુધારેલ ગાજર નાખો ને સાથે પા કપ ઘી નાખી ચમચા થી બરોબર પાંચ મિનિટ હલાવતા રહી શેકી લ્યો પાંચ મિનિટ શેકી લીધા બાદ કુકર બંધ કરી ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડાવી લ્યો સાત મિનિટ પછી ગેસ બંધ કરી નાખો ત્યાર બાદ કુકર માંથી હવા નીકળવા દયો ત્યાર બાદ કુકર ખોલી નાખો
કુકર ખોલી લીધા બાદ મેસર વડે બરોબર મેસ કરી લ્યો ગાજર ને બરોબર મેસ કરી લીધા બાદ ફરી ગેસ ચાલુ કરી લ્યો અને બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં મલાઈ / ક્રીમ નાખી મિક્સ કરી બીજી પાંચ મિનિટ શેકી લ્યો મલાઈ બરોબર શેકી લીધા બાદ એમાં ખાંડ નાખો મિક્સ કરી લ્યો
હલવામાં ખાંડ નાખવાથી નરમ થઈ જશે જે ફરી ઘટ્ટ થાય ત્યાં સુધી શેકી લ્યો ખાંડ નું પાણી સુકાઈ જાય ત્યાં સુંધી બરોબર શેકી લ્યો હલવો બરોબર શેકી લીધા બાદ એમાં ઘી અને ડ્રાય ફ્રુટની કતરણ અને એલચી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ને બીજી બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ કે ઠંડો મજા લ્યો કૂકરમાં ગાજરનો હલવો