બટાકા ની ફરાળી ખીચડી બનાવવા સૌપ્રથમ બટાકા ને ધોઇ સાફ કરી લ્યો અને છોલી ને સાફ કરી લ્યો અને ચાકુથી ના ઘણા જાડા ના ઘણા પાતળા લાંબા લાંબા સુધારી ને કટકા કરી લ્યો અને પાણીમાં નાખી દયો અને બરોબર બે પાણીથી ધોઈ લ્યો ને પાણી નિતારી કપડા પર ફેલાવી ને પંખા નીચે કપડા થી લુછી કોરા કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવો ત્યારબાદ એમાં લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી શેકો ત્યાર બાદ એમાં કોરા કરેલ બટાકા નાકટકા નાખી મિક્સ કરી લ્યો બરોબર મિક્સ કરી લીધા બાદ ઢાંકી ને બે મિનિટ ચડાવો
બે મિનિટ પછી ઢાંકણ ખોલી ફરી બરોબર મિક્સ કરી લઈ ફરી ઢાંકી ને બે મિનિટ ચડાવી લ્યો ને બે મિનિટ પછી ઢાંકણ ખોલી ને ફરી બરોબર મિક્સ કરી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું અને શેકેલ સીંગદાણા નો પાઉડર નાખી મિક્સ કરી લ્યો
સીંગદાણા બરોબર મિક્સ કરી લીધા બાદ ફરી ઢાંકી ને બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ફરી બરોબર મિક્સકરી એમાં મરી પાઉડર, લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો ને ભગવાનને ભોગ ધરાવી મજા લ્યો બટાકા ની ફરાળી ખીચડી