ફરાળી ઢોકળા બનાવવા સૌ પ્રથમ મિક્સર જારમાં સાબુદાણા નાખી પીસી લ્યો અને એક વાસણમાં કાઢીલ્યો ત્યાર બાદ સામો / મોરૈયો નાખી એને દર્દરા પીસી લ્યો અને પીસેલા સાબુદાણા સાથે નાખી મિક્સ કરીલ્યો
ત્યારબાદ એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું, દહીં, ખાંડ, તેલ, આદુ પેસ્ટ અને લીલા મરચા ની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક કપ પાણીનાંખી બરોબર મિક્સ કરો અને ઢાંકી ને વીસ મિનિટ એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં બે ગ્લાસ પાણી નાખો અને વચ્ચે કાંઠો મૂકી ઢાંકી ને પાણી ગરમ કરવા મૂકો પાણી બરોબર ગરમ થાય ત્યારે સુંધી માં થાળી માં એક ચમચી તેલ લગાવી ગ્રીસ કરી એક એક બાજુ મૂકો
હવે ઢોકળા નું મિશ્રણ લ્યો એમાં ઇનો અને એક બે ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ગ્રીસ કરેલ કડાઈમાં મૂકી એમાં તૈયાર કરેલ મિશ્રણ નાખો ઉપર લાલ મરચાનો પાઉડર અને મરી પાઉડર છાંટી ને ઢાંકી પંદર મિનિટ ચડાવી લ્યો
પંદર મિનિટ પછી ઢોકળા બરોબર ચડી જાય એટલે બહાર કાઢી લ્યો અને થોડા ઠંડા થવા દયો ઢોકળા થોડા ઠંડા થાય એટલે ચાકુથી મનગમતા આકાર આપી કાપી લ્યો અને એક બાજુ મૂકો