લીલા નારિયળ ની બરફી બનાવવા સૌપ્રથમ નારિયળ ને તોડી એમાંથી ટોપરું કાઢી લ્યો ને ટોપરા ને છોલી લ્યો ત્યાર બાદ એના મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં થોડા થોડા ટોપરા ના કટકા નાખી પ્લસ મોડ માં પીસી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી ઘી નાખી એમાં પીસેલું નારિયળ નાખી ને ધીમા તાપે હલાવતા રહો ને સાત આઠ મિનિટ શેકી ને સાવ કોરા કરી લ્યો ત્યાર બાદ એક વાસણમાં કાઢી લ્યો
હવે એજ કડાઈ માં ફૂલ ક્રીમ દૂધ અને ખાંડ નાખી મિક્સ કરી ઉકાળી લ્યો દૂધ ઊકળવા લાગે એટલે એમાંથી એક કપ દૂધ લઇ મિલ્ક પાઉડર માં નાખી બરોબર મિક્સ કરી લ્યો મિલ્ક પાઉડર અને દૂધ બરોબર ગાંઠા વગર મિક્સ થઈ જાય એટલે એને ઉકળતા દૂધ માં નાખી બરોબર મિક્સ કરી ધીમા તાપે હલાવતા રહી થોડું ઘટ્ટ થવા દયો
દૂધ ઘટ્ટ થાય એટલે એમાં શેકેલ નારિયળ નું છીણ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને હલાવતા રહોને પાંચ મિનિટ ચડાવી લ્યો અથવા કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો હવે ગ્રીસ કરેલ વાસણમાં તૈયાર મિશ્રણ નાખો ને એક સરખું ફેલાવી લ્યો
બરફીને એક સરખું ફેલાવી લીધા બાદ એના પ્ર પિસ્તાની કતરણ છાંટી લ્યો ને દબાવી લ્યો ને બરફીને ઠંડી થવા દયો બરફી સાવ ઠંડી થાય એટલે ચાકુથી કાપા પાડી ને કટકા કરી લ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો લીલા નારિયળ ની બરફી