ફરાળી મુઠીયા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં રાજગરા નો લોટ ચાળી ને લ્યો એમાં ત્રણ ચાર કલાક પલાળી રાખેલ સાબુદાણા નાખો સાથે મેસ કરેલા બાફેલા બટાકા નાખો અને લીલા મરચા અને આદુ ની પેસ્ટ , સ્વાદ મુજબ ફરાળી મીઠું, શેકેલ સીંગદાણા નો પાઉડર,બેકિંગ સોડા નાખી મિક્સ કરી લોટ બાંધો અને ઢાંકી ને એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં બે ગ્લાસ પાણી ને વચ્ચે કાંઠો મૂકી ઢાંકી ને પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય ત્યાં સુધી માં ચારણીમાં તેલ લગાવી લ્યો અને મુઠીયા ના લોટ માંથી લાંબા રોલ વાળી મુઠીયા બનાવી ચારણીમાં મૂકો
હવે કડાઈનું ઢાંકણ ખોલી એમાં મુઠીયા વાળી ચારણી મૂકી પાછી કડાઈ ને ઢાંકી ને મુઠીયા પંદર વીસ મિનિટ ચડાવી લ્યો વીસ મિનિટ મુઠીયા ચડાવ્યા પછી ચાકુ કે ટૂથ પિક થી ચેક કરી લ્યોજો બરોબર ચડી ગયા હોય તો ચારણી બહાર કાઢી લ્યો ને મુઠીયા ને ઠંડા થવા દયો મુઠીયા સાવ ઠંડા થાય એટલે ચાકુથી એના ગોળ ગોળ કટકા કરી લ્યો ને એક બાજુ મૂકો