સાબુદાણા ના પાપડ બનાવવા સૌપ્રથમ નાની સાઇઝ ના સાબુદાણા સાફ કરી લ્યો એને બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ પોણા કપ પાણી નાખી ત્રણ ચાર કલાક ઢાંકી ને પલાળી લ્યો (આખી રાત પણ પલાળી શકો છો)
ચાર કલાક પછી એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે બે થી ત્રણ ચારણીમાં થોડું ઘી લગાવી એક બાજુ મૂકો અને ગેસ પર તપેલી માં ત્રણ ચાર ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો
હવે જે સાઇઝ ના પાપડ બનાવવા હોય એ સાઇઝ ની બંગડી અથવા એનાથી મોટી રીંગ કે કાંઠો લ્યો એને ચારણીમાં મૂકી એમાં સાબુદાણા વાળુ મિશ્રણ ને બે ત્રણ ચમચી નાખી એક સરખું ફેલાવી લ્યો આમ એક વખત માં એક ચારણીમાં બે ત્રણ પાપડ બનાવી લ્યો ને ચારણીને તપેલી પર મૂકો ને ઢાંકી ને દસ બાર મિનિટ ચડાવી લ્યો
બાર મિનિટ પછી એ ચારણી ને કાઢી લ્યો ને બીજી ચારણી માં પાપડ બનાવી ચારણી ને તપેલીમાં મૂકો અને પણ બાર મિનિટ બાફી લ્યો ને બાફેલા પાપડ ને પાંચ મિનિટ પછી ચારણી માંથી કાઢી પ્લાસ્ટિ કકે મોટી થાળીમાં મૂકી પંખા નીચે કે તડકામાં મૂકી બે દિવસ સૂકવી લ્યો
પાપડ બને બાજુથી બિલકુલ સુકાઈ જાય એટલે ડબ્બામાં ભરી લ્યો ને જ્યારે પણ ખાવા ની ઈચ્છા થાયગેસ પર કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે પાપડ ને એમાં નાખી ને તરી લ્યો ને મજા લ્યો સાબુદાણા ના પાપડ