ફરાળી રાજગરાના લોટની સેવ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં રાજગરાના લોટ ને ચાળી લ્યો એમાં બાફેલા બટાકા ને છીણી વડે છીણી અથવા મેસર વડે બરોબર મેસ કરી ને લ્યો હવે એમાં બે ચમચી તેલ, સ્વાદ મુજબ ફરાળી મીઠું,મરી પાઉડર, લાલ મરચાનો પાઉડર, શેકેલ જીરું પાઉડર નાખી બરોબર મસળી લ્યો
મસળીને લોટ બાંધો ને લોટ બાંધવા જરૂર પડે તો બે ત્રણ ચમચી પાણી નાખી સોફ્ટ લોટ બાંધી લ્યોને બાંધેલા લોટ ને બે મિનિટ બરોબર મસળી લ્યો ત્યાર બાદ એમાં બીજી બે ચમચી તેલ લગાવી ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું અને સેવ મશીન માં સેવ ની જારી ને તેલ લગાવો મશીન ને તેલ લગાવો જારી એ મશીનમાં મૂકી એમાં બાંધેલા લોટ નાખી બરોબર બંધ કરી લેવું
હવે ગરમ તેલ માં મશીન વડે ફેરવી ફેરવી ને સેવ પાડો ને એક વખત માં સમૈય એટલી સેવ પાડી લ્યો સેવ ને એક બે મિનિટ એમજ તરવા દયો ત્યાર બાદ ઝારા થી ઉથલાવી બીજી બાજુ પણ તરી લ્યો આમ બને બાજુ બરોબર તરી લીધા બાદ ઝારા થી કાઢી લ્યો
સેવ મશીન થી બીજી સેવ ગરમ તેલ માંપાડો ને એને પણ બને બાજુ બરોબર તરી ને તૈયાર કરી લ્યો આમ બધી સેવ બનાવી ને તૈયાર કરીલ્યો ને બધી સેવ ને સાવ ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો ફરાળીરાજગરાના લોટની સેવ