ફરાળી સુખડી બનાવવા - farali sukhdi recipe સૌપ્રથમએક થાળી ને ચમચી એક ઘી લગાવી ગ્રીસ કરી એક બાજુ મૂકો હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમકરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં ચાળી ને રાખેલ રાજગરા નો લોટ નાખો ને બરોબર મિક્સ કરીધીમા તાપે હલાવતા રહી શેકો
લોટ શેકાઈ ને ગોલ્ડન જેવો થાય ત્યાં સુધી શેકવો લોટ બરોબર ગોલ્ડન શેકાઈ જાય એટલે એમાં થોડા ડ્રાય ફ્રુટ ની કતરણ નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં છીણી રાખેલ ગોળ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ગોળ ની જે પણ કણી હોય એને ચમચાથી દબાવીને તોડી ને બરોબર મિક્સ કરી લ્યો
ગોળ લોટ સાથે બરોબર મિક્સ થઈ જાય ત્યાર બાદ ગ્રીસ કરેલ થાળી માં સુખડી નું મિશ્રણ નાખી એક સરખું ફેલાવી લ્યો ને ઉપર થી કાજુ, બદામ અને પીસ્તા ની કતરણ છાંટી ને ફરી બરોબર દબાવી લ્યો ને ચાકુ થી મન ગમતા આકાર ને સાઇઝ ના કાપા પાડી નાખો
ત્યારબાદ સુખડી ને બે ચાર કલાક સેટ થવા મૂકો સુખડી બરોબર ઠંડી થઇ ને સેટ થઇ જાય એટલે ચાકુથી ફરી કાપા ઉપર ફેરવી એના કટકા કરી લ્યો ને અને કટકા ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને અને મજા લ્યો ફરાળી સુખડી