પૌવા ફિંગર્સ બનાવવા સૌપ્રથમ પૌવા ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ પૌવા પલળી જાય એટલું પાણી નાખી દસ પન્દ્રીનીત એક બાજુ મૂકો પંદર મિનિટ પછી પૌવા બરોબર પલળી નેનરમ થઈ જાય એટલે ચારણીમાં કાઢી વધારાનું પાણી નિતારી લ્યો પાણી નિતારી લીધા બાદ હાથ વડે અથવા મેસર વડે પૌવા ને બરોબર મેસ કરી સોફ્ટ લોટ બનાવી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાંઝીણા સમારેલા મીઠા લીમડા ના પાંદડા નાખી શેકી લ્યો ત્યારબાદ એમાં બેસન ને ચાળી ને નાખો ને ધીમા તાપે બેસન ને શેકી લ્યો
બેસન શેકાઈ ને ગોલ્ડન થાય ને બેસન શેકવાની સુંગંધ આવે એટલે ગેસ બંધ કરી નાખો ને થોડો ઠંડા થવા દયો ને ઠંડો થાય એટલે એને પૌવા માં નાખો સાથે લીલા મરચા સુધારેલા, આદુ લસણની પેસ્ટ, લાલ મરચાનો પાઉડર, ચાર્ટ મસાલો, ગરમ મસાલો, લીલા ધાણા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો
હવે હાથ સાફ કરી તેલ વારા હાથ કરી તૈયાર મિશ્રણ માંથી ફિંગર્સ બનાવી લ્યો આમ બધી પૌવા ફિંગર્સ બનાવી એક બાજુ મૂકો હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ ફિંગર્સ નાખો
એક મિનિટ એમજ રહેવા દઈ ત્યાર બાદ હલકા હાથે હલાવી ને બધી બાજુ ગોલ્ડન તરી લ્યો આમ મિડીયમ તાપે થોડી થોડી કરી બધી જ પૌવા ફિંગર્સ ને તરી લ્યો ને ત્યાર બાદ સોસ કે ચટણી સાથે મજા લ્યો પૌવા ફિંગર્સ