વેનીલા આઈસ્ક્રીમ બનાવવા સૌપ્રથમ એક કડાઈ માં ફૂલ ક્રીમ દૂધ લ્યો એમાં ખાંડ અને કોર્ન ફ્લોર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી મિડીયમ તાપે હલાવતા રહી મિક્સ કરતા રહો દૂધ માં એક ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી ચડાવો
દૂધનું મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમા તાપે હલાવતા રહી ચડાવી લ્યો અને દૂધ વાળુ મિશ્રણ ઘટ્ટ થવા લાગે એટલે ગેસ બંધ કરી દૂધ નું મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી લ્યો નેસાવ ઠંડુ થવા દયો દૂધ નું મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જાર માં નાખો સાથે મિલ્ક પાઉડરપણ મિક્સર જારમાં દૂધ ના મિશ્રણ સાથે નાખો અને બરોબર પીસી ને મિક્સ કરી લ્યો
હવે મિક્સર જાર માં રહેલ દૂધ વાળા મિશ્રણ માં વેનીલા એસેન્સ નાખી ફરીથી પીસી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ તૈયાર દૂધ નું તૈયાર મિશ્રણ ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને ડબ્બાને બંધ કરી આખી રાત ફ્રીઝર માં મૂકો ને આઈસ્ક્રીમ ને જમાવી લ્યો અને બીજા દિવસે મજાલ્યો વેનીલા આઈસ્ક્રીમ