Go Back
+ servings
ખમણ ઢોકળા બનાવવાની રેસીપી - ખમણ બનાવવાની રીત - khaman banavani rit - khaman dhokla recipe in Gujarati

ખમણ ઢોકળા બનાવવાની રેસીપી | ખમણ બનાવવાની રીત | khaman dhokla recipe in Gujarati | khaman banavani rit

ઝડપથી બની જાય તેવા ખમણ ઢોકળા બનાવવાની રેસીપી, ખમણ બનાવવાનીરીત , khaman banavani rit, khaman dhokla recipe in Gujarati, khaman recipe in Gujarati
4.50 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting time: 30 minutes
Total Time: 1 hour
Servings: 3 વ્યક્તિ

Ingredients

ઢોકળા માટે જરૂરી સામગ્રી

  • 2 કપ બેસન
  • પીસેલી ખાંડ ⅓ કપ
  • લીંબુનો રસ ¼  કપ
  • 1 કપ પાણી
  • હિંગ¼ ચમચી
  • હળદર ¼ ચમચી
  • બેકિંગ પાઉડર ½ ચમચી
  • 2 ચમચી ઇનો
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ચમચી તેલ

વઘાર માટે જરૂરી સામગ્રી

  • 1 ½ કપ પાણી
  • તેલ 2-3 ચમચી
  • 1 ચમચી રાઈ
  • હિંગ ½ ચમચી
  • 1 -2 ચમચી ખાંડ
  • તલ 1-2 ચમચી
  • 1 ચમચી લીંબુ નો રસ
  • ચપટી મીઠું
  • 2-3 લીલા મરચાં સુધારેલા
  • મીઠો લીમડો 8-10 પાન

Instructions

ખમણ ઢોકળા બનાવવાની રેસીપી | ખમણ બનાવવાની રીત | khaman dhokla recipe in Gujarati | khaman banavani rit

  • ખમણ ઢોકળા બનાવવા સૌપ્રથમ એક મિક્સર જારમાંબેસન, હળદર ,ખાંડ તેમજ મીઠુંનાખી મિક્સર એક વાર ફેરવી મિક્સ કરી લો
  • હવે પીસેલું મિશ્રણ વાસણમાં કાઢી તેમાં તેલ ,લીંબુ અને થોડું થોડું કરી પાણી નાખી ગંઠા ન પડે તેમ મિશ્રણમિક્સ કરતા જઈ બેસનનું મિશ્રણ તૈયાર કરી લો
  • હવે તૈયાર મિશ્રણને અડધો કલાક ઢાંકણ ઢાંકી એકબાજુ મૂકી દો
  • અડધા કલાક બાદ ગેસ પર એક મોટા વાસણમાં 3-4 ગ્લાસ પાણી નાખી વચ્ચે કાંઠો મૂકી ઢાંકણ ઢાંકી બંધ કરી  ગરમ કરવા મૂકો
  • પાણી ગરમ થાય છે ત્યાં સુધી બેકિંગ ટ્રે અથવાવાસણમાં તેલ લગાડી તૈયાર કરો
  • હવે બેસન વાળા મિશ્રણમાં બેકિંગ પાઉડર અને ઇનો  નાખી બરોબર મિક્સ કરો
  • બરોબર મિક્સ થઇ ગયા બાદ તૈયાર મિશ્રણને ગ્રીસકરેલ બેકિંગ ટ્રે અથવા વાસણમાં નાખો
  • બેકિંગ ટ્રેને ગેસ પર ગરમ કરવા રાખેલ વાસણમાંમૂકી ઢાંકણ ઢાંકી પંદરથી વીસ મિનિટ ચડવા દો
  • ખમણ બરોબર ચડી ગયું છે કે નહીં તે ચેક કરવાપંદરથી વીસ મિનિટ બાદ ચાકુ નાખી અથવા ટૂથપીક નાખી ચેક કરી લો
  • જો ચાકુ કેતોતો ક્લીન નીકળે તો ખમણ ચડી ગયાછે ગેસનો બંધ કરી ખમણ વાળી બેકિંગ ટ્રે બહાર કાઢી ઠંડી થવા દો
  • ઠંડા થઈ ગયેલા ખમણ ના કટકા કરી એકબાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરોતેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, તલ ,લીલામરચાં, હિંગ અને મીઠા લીમડાના પાન નાખી વઘાર કરો
  • ત્યારબાદ તેમાં એકથી દોઢ કપ જેટલું પાણી નાખીએક બે ચમચી ખાંડ ને 1 ચમચી લીંબુ નો રસ ને ચપટીમીઠું  નાખી પાણીને ઉકાળો
  • પાણી ઉકાળી  જાય એટલે ગેસ બંધ કરી તૈયાર વઘારનેપીસ  કરેલા ખમણ પર બરોબરરેડિયો તો તૈયાર છે ખમણ ઢોકળા

khaman dhokla recipe in Gujarati notes

  • બેસન નું મિશ્રણ બનાવવા માટે પાણી વધુ ઓછું લાગી સકે છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો