પુચકા પુરી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચારણી માં ઘઉંનો લોટ, મેંદા નો લોટ, ઝીણી સોજી, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખી ચાળી લ્યોઅને એક બાજુ મૂકો અને ગેસ પર એક વાસણમાં સવા બે કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થઇઉકળવા લાગે ત્યાં સુંધી ગરમ કરવા મૂકો
પાણી ફૂલ ગરમ થાય એટલે એમાંથી દોઢ કપ પાણી બીજી કડાઈમાં લ્યો ને એમાં મીઠું ને બે ત્રણ ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ચાળી રાખેલ લોટ નાખી બરોબર મિક્સ કરી લ્યોને એક બાજુ મુકેલ બીજું ગરમ પાણી નાખતાજઈ લોટ બાંધી લ્યો નેબાંધેલા લોટ ને ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો
વીસ મિનિટ પછી ફરીથી લોટ માં એક ચમચી તેલ નાખી બરોબર મસળી ને સોફ્ટ બને ત્યાં સુધી મસળી લ્યો લોટ ને પાંચ સાત મિનિટ મસળી ને સોફ્ટ બનાવી લ્યો ત્યાર બાદ એક સરખા સાઇઝ ના લુવા બનાવી એક બાજુ મૂકો હવે કોર્ન ફ્લોર સાથે એક લુવા ને પુરી જેટલો વણી લ્યો ત્યાર બાદ બીજા લુવા ને કોરા લોટ ની મદદ થી પુરી બનાવી લ્યો
હવે એક પુરી પર બીજી પુરી મૂકી વેલણ વડે ના સાવ પાતળી ના ઘણી જાડી રોટલી વણી લ્યો ત્યારબાદ જે સાઇઝ ની પૂરી બનાવી એ સાઇઝ ની કુકી કટર થી કટ કરી લ્યો અને તડકા માં સુકાવતા જાઓ આમ બે લુવા લઈ પુરી બનાવી બને પુરી ને એક સાથે વણી ને રોટલી બનાવી લ્યો ને કટ કરી સુકવતા જાઓ
બધી પુરી ને સુકાવી લ્યો ને એક કલાક પછી સૂકવેલી બધી પુરી ને ઉથલાવી લ્યો ને બીજી બાજુ પણ સૂકવી લ્યો બધી પુરી ને બરોબર સૂકવી લ્યો ને પુરી બિલકુલ સુકાઈ જાય એટલે ભેગી કરીલ્યો અને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો
જ્યારે પણ પાણી પૂરી ખાવા ની ઈચ્છા ત્યારે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલ પુરી નાખતા જઈ ને હલાવી લ્યો ને પુરી ફૂલી ને ગોલ્ડન તરી લ્યો ત્યાર બાદ કાઢી લ્યો તો તૈયાર છે પુચકા પુરી