લીલી ચટણી બનાવવા સૌપ્રથમ લીલા ધાણા સુધારેલા અને ફુદીના ના પાન ને સાફ કરી પાણી થી ધોઈ લ્યો ને વધારા ની પાણી નિતારી લ્યો હવે લીલા ધાણા અને ફુદીના ના પાન ને મિક્સર જારમાં નાખો સાથે લસણ ની કણી ( ઓપ્શનલ છે ), લીલા મરચા સુધારેલા, આદુ નો ટુકડો, શેકેલ જીરું પાઉડર, ચાર્ટ મસાલો, લીંબુનો રસ, ખાંડ(ઓપ્શનલ છે ), દાડિયા દાળ અને મીઠું સ્વાદ મુજબનાખી પીસી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી સ્મુથ ચટણી તૈયાર કરી લ્યો ને એર ટાઈટ બરણી માં ભરી લ્યો ને મજા લ્યો લીલી ચટણી