ચિકોડી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચાળી ને એક બાજુ મૂકો હવે ગેસ પર એક કડાઈ માં બે કપ પાણી ગરમ કરવા મૂકો,
પાણી ગરમ થઇ ઉકળવા લાગે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું, હાથ થી મસળી અજમો અને તેલ નાખી ફરી બે મિનિટ પાણી ને ઉકાળી લ્યો ત્યાર બાદ એમાં ચાળી રાખેલ મેંદા ના લોટ ને થોડો થોડો નાખોને બરોબર મિક્સ કરી લ્યો
હવે ગેસ બંધ કરી નાખો ને મિશ્રણ ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો દસ મિનિટ પછી લોટ ને કથરોટ કે થાળી માં કાઢી લ્યો ને હથેળી વડે બરોબર મસળી ને સ્મૂથ કરી લ્યો ને એક નરમલોટ બાંધી ને તૈયાર કરી લ્યો હવે હાથે થી લોટ માંથી થોડો થોડો લોટ લઈ બને હથેળી વચ્ચે ફેરવી લાંબો કરી ગોળ ગોળ આકાર આપો ને ગોળ ચિકોડી તૈયાર કરી લ્યો
અથવા સેવ બનાવવા ના સંચા માં તેલ લગાવી સ્ટાર વાળી પ્લેટ મૂકી એમાં બાંધેલા લોટ ને નાખી લાંબી લાંબી સેવ પાડી લ્યો ને આંગળી ની મદદ થી ગોળ ગોળ કરી ને બધી જ ચિકોડી તૈયાર કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ ચિકોડી નાખી ને મિડીયમ તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લ્યો,
ચિકોડી ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢીલ્યો ને બીજી ચિકોડી ને તરવા માટે નાખો આમ બધી ચિકોડી તરી ને તૈયાર કરી લ્યો તો તૈયારછે ચિકોડી