દૂધીના થેપલા - dudhi na thepla બનાવવા સૌપ્રથમ ધોઇ ને સાફ કરેલી દૂધી ને છોલી ને સાફ કરી એક વખત પાણી થી ધોઇલ્યો, ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો,
હવે છીણેલી દૂધી ને કથરોટ માં લ્યો સાથે ઘઉંનો લોટ ચાળી ને નાખો સાથે હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, અધકચરી પીસેલી વરિયાળી, મસળી ને અજમો નાખો.
હવે એમાં આમચૂર પાઉડર, ઝીણા સમારેલા લીલાં મરચાં, આદુ પેસ્ટ, લીલા ધાણા સુધારેલા, કસુરી મેથી, બે ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી ને પાંચ મિનિટ એક બાજુ મૂકો પાંચમિનિટ પછી ગરી લોટ ને બરોબર મસળી ને બાંધી લ્યો ત્યાર બાદ પછી બે ચમચી તેલ નાખી લોટને મસળી લ્યો.
હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુધી બાંધેલા લોટ માંથી લુવો લ્યો ને કોરા લોટ સાથે થોડો વણી લ્યો,
ત્યારબાદ વચ્ચે તેલ લગાવી ફરી લોયો બનાવી ફરી કોરા લોટ ની મદદથી વણી ને થેપલા તૈયાર કરી લ્યો ને તૈયાર થેપલા ને તવી પર નાખી મિડીયમ તાપે બને બાજુ થોડો ચડાવી લ્યો,
ત્યારબાદ બને બાજુ તેલ લાગવી ગોલ્ડન શેકી લ્યો આમે એક એક થેપલા ને વણી ને શેકી લ્યો તો તૈયાર છે દૂધી ના થેપલા