એક વાસણમાં ખાંડ, મિલ્ક પાઉડરઅને કોર્ન ફ્લોર લ્યો એને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એને મિક્સર જારમાં નાખો અનેએમાં સ્ટ્રોબેરી ઇમ્લશન અથવા લાલ ફૂડ કલર ના બે ત્રણ ટીપાં અને સ્ટ્રોબેરી એસેન્સ બે ત્રણ ટીપાંનાખી ને મિક્સર બંધ કરી બરોબર પીસી લ્યો એને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને જ્યારે પણઆઈસક્રીમ બનાવવી હોય ત્યારે વાપરો
તૈયાર મિશ્રણ માંથી જ્યારે પણ આઈસક્રીમ બનાવી હોય ત્યારે અડધો કિલો દૂધ ગરમ કરી એમાં મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને બે ચાર મિનિટ ચડાવી લ્યો,
ત્યારબાદ દૂધ નું મિશ્રણ ઠંડુ કરી ફ્રીઝ માં ત્રણ ચાર કલાક મૂકી દયો ચાર કલાક પછી મિશ્રણને મિક્સર જારમાં નાખી પીસી ને સ્મૂથ પીસી લ્યો ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી આખીરાત જમાવી લ્યો તૈયાર છે સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ