પાત્રા બનાવવાની રેસીપી મા સૌપ્રથમ અળવીના પાન લઈ તેને પાણીમાંબરોબર ધોઇને સાફ કરી લેવા
ત્યારબાદ ધોયેલા પાનને કોઇ થાળી ટેબલ પર ઉંધામૂકી ચાકુ વાળી તેના પાછળના ભાગમાં રહેલી બધી જ નસોને /દાડી કાઢી લેવી
નશો/દાડી કાઢતી વખતે ધ્યાન રાખવું કે પાન તૂટીન જાય ,બધી જ નસો/દાડી નીકળી જાય એટલે પાનને એક બાજુ મૂકી દેવા
હવે એક વાસણમાં બેસન લઈ તેમાં લાલ મરચું, હળદર, ધાણાજીરું નો ભૂકો, મીઠું, લીલા ધાણા ,ખાંડ પીસેલીલીંબુનો રસ તેમજ તેલ નાખી બરોબર મિક્સ કરો
ત્યારબાદ તેમાં જરૂર પૂરતો થોડું થોડું પાણીઉમેરી બેસનનો ઘટ્ટ પેસ્ટ તૈયાર કરી લો(આશરે અડધા કપ જેટલુંપાણી જોઈશે)
પેસ્ટ તૈયાર થઈ જાય હવે પાનને ઊંધી થાળી પર રાખો
પાન પર તૈયાર કરેલું બેસન વાળું મિશ્રણ દરેકભાગમાં લાગી જાય તે રીતે હાથ વડે લગાડી દો , ત્યારબાદ તેના પર બીજો અળવીનાં પાન લઇ તેનાપર મૂકો ફરી તેના પર બેસન વાળું મિશ્રણ લગાડવું
ફરી તેના પર અળવીના પાન મૂકો ત્યારબાદ ફરી તેનાપર બેસન વાળું લગાડો,આમ એક રોલ માટે 4-5 પાન એક બીજા પર મૂકી બેસનલગાડતા જાઓ
4-5 પાન મૂક્યા બાદ તેની બધી બાજુથી થોડું થોડું વારીતેના પર પણ બેસન વાળા લોટ નું મિશ્રણ લગાડો
ત્યારબાદ ગમે તે એક બાજુથી પાતરા ની ગોળ વારતાજઈ તેના પર બેસન વાળું મિશ્રણ લગાડતા જઈ રોલ તૈયાર કરી લો
આમ એક બે રોલ તૈયાર કર્યા બાદ તૈયાર રોલ નેએકબાજુ મૂકી દયો
હવે ગેસ પર ઢોકળીયામાં પાણી લઈ તેમાં વચ્ચેકાંઠો મૂકો અને ઢાંકણ ઢાંકી પાણીને ઉકાળો
પાણી ઊકળે એટલે ચારણીમાં કે ઢોકરીયા ના ડીશમાં તૈયાર પાતરા ના રોલ ને મૂકી પંદરથી વીસ મિનિટ ઢાંકણ ઢાંકી ચડાવો
પંદર-વીસ મિનિટ બાદ પાતરા ચડી જાયએટલે તેને બહાર કાઢી ઠંડા થવા દો ,પાતરા ઠંડા થાય એટલે ધારવાળા ચાકુ વડે તેના ગોળ નાનાકટકા કરી લો
હવે ગેસ પર એક કઢાઈમાં તેલ ગરમ મુકો તેલ ગરમથાય એટલે તેમાં રાઈ , તલ અને હિંગ નાખી વઘાર તૈયારકરો ત્યારબાદ તેમાં પાતરા ના કટકા નાખી હલકા હાથથી મિક્સ કરી ચાર પાંચ મિનિટ શેકો
તૈયાર પાતરા ને આમલીની ચટણી સાથે ગરમાગરમ પીરસો