તુટી ફુટી કેક બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ટુટી ફૂટી અને કીસમીસ લ્યો એમાંબે ત્રણ ચમચી મેંદા નો લોટ નાખી બરોબર મિકા કરી એક બાજુ મૂકો અને બીજા વાસણમાં મેંદાનો લોટ સાથે બેકિંગ સોડા, બેકિંગ પાઉડર અને ચપટી મીઠું નાખી ચાળી ને રાખો અને કેક મોલ્ડ માં ઘી કે તેલથી ગ્રીસ કરી એક બાજુ મૂકો
હવે બીજા એક વાસણમાં દહી લ્યો એમાં ખાંડ નાખી બરોબર મિક્સ કરી ઓગળી લ્યો ત્યાર બાદ પાંચ સાત મિનિટ એક બાજુ મૂકો ત્યાર બાદ એમાં એમાં માખણ / તેલ , વેનીલા એસેન્સ નાખી બરોબર મિક્સ કરી લ્યો
હવે એમાં ચાળી રાખેલ મેંદા નો લોટ નાખ્યા જઈ બરોબર મિક્સ કરી લ્યો ને ગાંઠા ન પડે ત્યારબાદ એમાં ટુટી ફૂટી નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે કેક મોલ્ડ ને ઘી કે તેલ થી ગ્રીસ કરી લ્યો અને એમાં તૈયાર કરેલ કેક નું મિશ્રણ નાખી થપ થપાવિ લ્યો
ત્યાર બાદ 180 ડિગ્રી પર 40 મિનિટ ચડવા દયો ત્યાર બાદ ચેક કરી ને બહારકાઢી લ્યો ને ઠંડી થવા દયો ત્યાર બાદ કેક ઠંડો થાય ત્યારે ડી મોલ્ડ કરી ચાકુ થી કટકાકરી મજા લ્યો ટુટી ફૂટી કેક
અથવા દસ મિનિટ કુકર કે કડાઈ માં કાંઠો મૂકી ઢાંકી ગરમ કરી લ્યો ત્યાર બાદ કેક ના મિશ્રણ વાળો મોલ્ડ ને કાંઠા પર મૂકો અને દસ મિનિટ ફૂલ તાપે ગરમ કરો,
ત્યારબાદ ગેસ ધીમો કરી બીજી વીસ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ચેક કરી કેક બરોબર ચડી જાય એટલે બહાર કાઢી ઠંડો થવા દયો ત્યાર બાદ ડી મોલ્ડ કરી લ્યો ને મજા લ્યો ટુટીફૂટી કેક