Go Back
+ servings
કાંજી વડા - કાંજી વડા બનાવવાની રીત - kanji vada recipe - kanji vada recipe in gujarati - kanji vada banavani rit

કાંજી વડા બનાવવાની રીત | kanji vada recipe in gujarati | kanji vada banavani rit | kanji vada recipe

નમસ્તે મિત્રો આજે આપણે કાંજી વડા બનાવવાની રીત - kanji vada banavani rit શીખીશું, કાંજીવડા વધારે પડતાં રાજસ્થાન બાજુ હોળી - દિવાળી  પર બનાવવામાં આવે છે અને આ કાંજીવડા પાચનશક્તિ માટે ખૂબ ગુણકારી હોય છે અને આજ કલ તો બજાર માં પણ કાંજી વડા ખાવા મળેછે તો ચાલો આજે આપણે kanji vada recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર જાર
  • 1 માટીનું વાસણ અથવા કાંચ નું વાસણ

Ingredients

કાંજી બનાવવા માટેની સામગ્રી

  • 2-3 લીટર સાદું પાણી / નવશેકું પાણી
  • ¼ ચમચી હિંગ
  • 2-3 ચમચી રાઈના કુરિયા પીસેલા
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી રાઈનું તેલ
  • 2 ચમચી દહી ( ઓપ્શનલ છે )
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 કોલસો / તજ નો ટુકડો
  • ¼ ચમચી ઘી
  • 1 હિંગ

કાંજી વડા ના વડા બનાવવા માટેની સામગ્રી

  • ½ કપ અડદ દાળ
  • ½ કપ ફોતરા વગરની મગ દાળ
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1 ઇંચ આદુનો ટુકડો
  • 1 ચપટી હિંગ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • વડા તરવા માટે તેલ

Instructions

કાંજી વડા | kanji vada recipe | kanji vada

  • સૌપ્રથમ આપણે કાંજી બનાવતા શીખીશું ત્યારબાદ તેના વડા બનાવતા શીખીશું.

કાંજી બનાવવાની રીત

  • કાંજી બનાવવા સૌપ્રથમ એક માટી ના વાસણમાં અથવા તો કાંચ ના વાસણમાં નવશેકું પાણી લ્યો હવે એમાં હિંગ, રાઈ ના કુરિયાપીસેલા, લાલ મરચાનો પાઉડર, હળદર,રાઈ નું તેલ, દહી  (ઓપ્શનલ છે ) અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી ને ગરમ જગ્યાએ બેથી ત્રણ દિવસ મૂકી દયો
  • ત્રણ દિવસ પછી કાંજી ના પાણી ને બરોબર હલાવી લ્યો ગેસ પર કોલસો અથવા તજ નો ટુકડા ને ગરમ કરી લ્યો હવે કાંજી માં એક વાટકો મૂકી એમાં ગરમ કરેલ કોલસો અથવા તજ નો ટુકડો મૂકો એના પર પા ચમચી ઘી અને ચપટી હિંગ નાખી કાંજી ને ઢાંકી ને દસ મિનિટ રહેવા દયો દસ મિનિટ પછી વાટકો કાઢી લ્યો ને કાંજી ને ફ્રીઝ માં મૂકી દયો

વડા બનાવવાની રીત

  • વડા બનાવવા સૌપ્રથમ અડદ ની દાળ અને ફોતરા વગરની મગ દાળ ને સાફ કરી એક વાસણમાં લ્યો અનેબને દાળ ને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાં બાદ એમાં બે ગ્લાસ પાણી નાખી આખી રાત અથવા છ સાત કલાક પલાળી મુકો દાળ બરોબર પલાળી લીધા બાદ એનું પાણી નિતારી લ્યો
  • પાણી નીતારેલ દાળ ને મિક્સર જારમાં નાખો સાથે લીલા મરચા સુધારેલા અને આદુ નો ટુકદો નાખી દરદરી પીસી લ્યો પીસેલી દાળ ને એક વાસણમાં કાઢી લ્યો અને એમાં હિંગ, સ્વાદ મુજબ મીઠું નાખી પાંચ સાત મિનિટ હાથ વડે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લીલા ધાણા સુધારેલ નાખી ફરી બે મિનિટ બરોબર મિક્સ કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં વડા નું મિશ્રણ હાથ થી કે ચમચી થી નાખી વડા ને તેલ માં નાખી બે મિનિટ ચડવા દયો બે મિનિટ પછી ઝારા થી વડા ને ઉથલાવી લ્યો ને બીજી બાજુ પણ ચડાવો આમ થોડી થોડી વારે વડા ફેરવી  ને બધી બાજુ થી ગોલ્ડન તરી લ્યો
  • ત્યારબાદ વડા કાઢી બીજા વડા તરવા નાખો આમ બધા વડા તરી લ્યો અને હવે એક વાસણમાં ગરમ પાણી લ્યો એમાં તરી રાખેલ વડા નાખી પંદર વીસ મિનિટ પલાળી મુકો (જેટલા વડા ખાવા હોય એટલા પલાળવા બાકી ના વડા ને તરી ને ફ્રીઝમાં મૂકી દેવા )

કાંજી વડા બનાવવાની રીત

  • કાંજી વડા બનાવવા વડા ને પલાળેલા વડા ને હથેળી વડે દબાવી લ્યો અને ત્યાર બાદ વડા ને કાંજીમાં નાખી દયો અને સર્વ કરતી વખતે લાલ મરચાનો પાઉડર અને લીલા ધાણા થી ગાર્નિશ કરી સર્વ કરો કાંજી વડા

kanji vada recipe notes

  • કાંજીને આથો આવવા માં જો ઠંડુ વાતાવરણ હોય તો ચાર પાંચ દિવસ લાગે ને જો ગરમ વાતાવરણ હોયતો બે દિવસ લાગે છે
  • વડાને સોફ્ટ બનાવવા એના મિશ્રણ ને બરોબર ફેટી ને મિક્સ કરવું
  • વડા અને કાંજી ને ફ્રીઝ માં તમે ચાર પાંચ દિવસ સુંધી રાખી શકો છો
  • કાંજીને હમેશા માટી ના વાસણમાં અથવા તો કાંચ ના વાસણમાં રાખવી
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો