ઠંડાઈ ચોકલેટ બનાવવાની રીત | Thandai chocolate banavani rit | Thandai chocolate recipe in gujarati
નમસ્તે મિત્રો આજે આપણે ઠંડાઈ ચોકલેટ બનાવવાની રીત - Thandai chocolate banavani ritશીખીશું, ઠંડી ઠંડી ઠંડાઈ તો બધા ને પસંદ હોય છે પણ જો આપણે ઠંડી ઠંડી ઠંડાઈ ને ચોકલેટ જેમ મજા લઇ શકીએતો કેવી મજા આવી જાય તો ચાલો આજ આપણે ઠંડાઈ ની ચોકલેટ બનાવવાની રીત શીખીશું જે ખૂબજ ઝડપથી તૈયાર થઈ જશે તો આ હોળી પર તમે ને તમારા પરિવાર અને મિત્રો સાથે મજા લ્યો ઠંડાઈચોકલેટ તો ચાલો Thandai chocolate recipe in gujarati શીખીએ
ઠંડાઈ ચોકલેટ બનાવવા સૌપ્રથમ ઠંડાઈ પાઉડર બધીજ સામગ્રી ને તૈયાર કરી લ્યો હવેએક વાસણમાં વ્હાઈટ ચોકલેટ ના કટકા કરી ને નાખો,
હવે ગેસ પર એક બીજા વાસણમાં એક ગ્લાસ પાણી નાખી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એના પર ચોકલેટ વાળુ વાસણમાં મૂકી ને હલાવતા રહો
ધીરે ધીરે ચોકલેટ ઓગળતી જસે આમ બધા ચોકલેટ કટકા ઓગળી જાય એટલે ગેસ પરથી નીચે ઉતારી બરોબર મિક્સ કરી સ્મુથ કરી લ્યો હવે બટર પેપર ને પ્લેટ માં મૂકી એના પર ઓગડેલી ચોકલેટ નાખી પાતળી ફેલાવી લ્યો
હવે એના પર ઠંડાઈ પ્રિ મિક્સ છાંટી લ્યો સાથે પિસ્તા ની કતરણ, મિક્સ મુખવાસ, સૂકા નારિયળ નું છીણ અને ગુલાબ ના સૂકા પાંદડા છાંટી લ્યો ત્યાર બાદ ચમચા થીથોડી દબાવી લ્યો ત્યાર બાદ ફ્રીઝર માં દસ પંદર મિનિટ મૂકો ત્યાર બાદ ચોકલેટ ના કટકાકરી લ્યો ને ડબ્બા માં ભરી મજા લ્યો ઠંડાઈ ચોકલેટ
અથવા પીગળેલા ચોકલેટ માં ઠંડાઈ પ્રિ મિક્સ, સૂકા ગુલાબ ના પાંદડા, પિસ્તા ની કતરણ, સૂકા નારિયળ નું છીણ, મિક્સ મુખવાસ નાખી મિક્સ કરી લ્યોત્યાર બાદ મોલ્ડ માં નાખી ને ફ્રીઝર માં દસ પંદર મિનિટ સેટ થવા મૂકો ત્યાર બાદ ડી મોલ્ડ કરી લ્યો ને મજા લ્યો ઠંડાઈ ચોકલેટ
Thandai chocolate recipe in gujarati notes
ઠંડાઈ બનાવવા કાજુ, બદામ, પિસ્તા, વરિયાળી,ખસખસ, એલચી, મરી,કેસર ના તાંતણા, જાયફળ પાઉડર, ગુલાબ ના પાંદડા, સાકર વગેરે નાખી ને પીસી ને તૈયાર કરી શકો છો
મિક્સ મુખવાસ માં તમે ડ્રાય પાન મુખવાસ કે ઝીણી ઝીણી પીપર વાળો મુખવાસ વાપરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો