સ્વીટ અપ્પમ બનાવવા સૌપ્રથમ ગેસ પ્ર એક તપેલી માં250 એમ. એલ. પાણી ગરમ કરવા મૂકો એમાં છીણેલો ગોળ નાખી ગોળ ને ઓગળી લ્યો ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી ને ગોળ વાળુ પાણી ઠંડુ થવા દયો પાણી ઠંડુ થાય ત્યાં સુધી વઘરીયા મે એક ચમચી ઘી ગરમ કરો ઘીગરમ થાય એટલે એમાં નારિયળ ના કટકા નાખી ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો અને એને પણ એક બાજુ મૂકો
હવે એક વાસણમાં ઘઉંનો લોટ અને ચોખા નો લોટ ચાળી ને લ્યો અને કેળા ને છોલી એના કટકા કરી લ્યો ,
હવે મોટા વાળા મિક્સર જાર માં કેળા ના કટકા નાખો સાથે ચાળી રાખેલ લોટ નાખો એની સાથે એલચી દાણા, ને ગાળી ને ગોળનું પાણી નાખી સ્મુથ પીસી લ્યો જો પીસવા માટે જરૂર લાગે તો પાણી નાખી શકો છો
સ્વીટ અપ્પમ મિશ્રણ ને સ્મુથ પીસી લીધા બાદ એક વાસણમાં કાઢી લ્યો હવે મિશ્રણ માં શેકી રાખેલ નારિયળ, સફેદ/ કાળા તલ, મીઠું અને બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી ને મિશ્રણ તૈયાર કરી લ્યો
હવે ગેસ પર અપ્પમ પાત્ર ગરમ કરવા મૂકો એમાં તેલ / ઘી નાખો ત્યાર બાદ મિશ્રણ ને બરોબર મિક્સ કરી ચમચી થી મિશ્રણ ને અપ્પમ પાત્રમાં નાખી ને ધીમા તાપે એક બાજુ ગોલ્ડન શેકી લ્યો,
એક બાજુ ગોલ્ડન શેકાઈ જાય એટલે ચમચી થી ઉથલાવી ને બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો બને બાજુ ગોલ્ડન શેકી લીધા બાદ તૈયાર સ્વીટ અપ્પમ ને કાઢી લ્યો ને ફરી તેલ / ઘી નાખી બીજુ મિશ્રણ નાખી બીજા સ્વીટ અપ્પમ પણ બને બાજુ ગોલ્ડન શેકી લ્યો તો તૈયાર છે સ્વીટ અપ્પમ