Go Back
+ servings
મીની માવા કચોરી બનાવવાની રીત - Mini mava kachori banavani rit - Mini mava kachori recipe in gujarati

મીની માવા કચોરી બનાવવાની રીત | Mini mava kachori banavani rit | Mini mava kachori recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મીની માવા કચોરી બનાવવાની રીત - Mini mava kachori banavani rit શીખીશું, મીની માવા ને મીઠીકચોરી પણ કહેવાય છે આ કચોરી આમ તો રાજસ્થાન માં ખૂબ પ્રખ્યાત મીઠાઈ છે પણ આજ કલ કોઈ એક મીઠાઈ કે વાનગી એક પ્રદેશ પૂરતી સીમિત નથી રહેતી તો હવે પછી  દિવાળી, હોળી,સાતમ આઠમ ને રક્ષાબંધન પર બનાવો ને મજા લ્યો તો ચાલો Mini mava kachori recipe in gujarati શીખીએ
3 from 2 votes
Prep Time: 30 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour 10 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

મીની માવા કચોરી નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ છીણેલો મોરો માવો
  • 2-3 ચમચી ચારવડી
  • ¼ ચમચી એલચી પાઉડર
  • 2-3 ચમચી કાજુની કતરણ
  • 2 ચમચી પિસ્તાની કતરણ
  • 2 ચમચી બદામની કતરણ
  • ½ કપ પીસેલી ખાંડ

ચાસણી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ ખાંડ
  • ½ કપ પાણી
  • 2-3 એલચી દાણા
  • 10-15 કેસરના તાંતણા

લોટ બાંધવા માટેની સામગ્રી

  • 2 કપ મેંદાનો લોટ
  • ચમચી મીઠું
  • 4-5 ચમચી ઘી / તેલ
  • પાણી જરૂર મુજબ

Instructions

મીની માવા કચોરી | Mini mava kachori | Mini mava kachori recipe

  • મીની માવા કચોરી બનાવવા સૌપ્રથમ એનો લોટ બાંધી લેશું ત્યાર બાદ માવા નું સ્ટફિંગ બનાવી લેશું છેલ્લે ચાસણી બનાવી કચોરી તૈયાર કરી તરી લીધા બાદ ઠંડી કરી ચાસણમાં બોળી ને તૈયાર કરીશું મીની માવા કચોરી

કચોરી માટેનો લોટ બાંધવાની રીત

  • મીની માવા કચોરી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મેંદા નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં મીઠું અને ઘી / તેલ નાખી બરોબર મસળી લ્યો લોટ ને બરોબર મસળી લીધા બાદ એમાં થોડુ થોડુ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યોને બાંધેલા લોટ ને ઢાંકી ને એક બાજુ મૂકો

કચોરીનું સ્ટફિંગ બનાવવા માટેની રીત

  • ગેસ પર એક કડાઈમાં છીણેલો માવો નાખો ને ધીમા તાપે હલાવતા રહો લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો માવો લાઈટ ગોલ્ડન થાય એટલે એમાં એલચી પાઉડર, ચારવડી, કાજુ ની કતરણ, બદામ ની કતરણ, પિસ્તાની કતરણ નાખી માવા સાથે શેકી લ્યો
  • માવો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ઠંડો થવા દયો માવો બિલકુલ ઠંડો થાય એટલે એમાં પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને એમાંથી નાની નાની ગોલી બનાવી એક બાજુ મૂકો

કચોરીની ચાસણી બનાવવાની રીત

  • ગેસ પર એક કડાઈમાં ખાંડ અને પાણી નાખી ગેસ ચાલુ કરી હલાવતા રહી ખાંડ ને ઓગળી લ્યો ખાંડ ઓગળી જાય એટલે એમાં એલચી ના દાણા અને કેસર ના તાંતણા નાખી મિક્સ કરી બે ચાર મિનિટ ફૂલ તાપે હલાવતા રહી ચાસણી થોડી ચિકાસ પકડે ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો

મીની માવા કચોરી બનાવવાની રીત

  • બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને એમાંથી નાના લુવા બનાવી લ્યો ને લુવાને ગોળ કરી હથેળી વચ્ચે દબાવી લ્યો ને ત્યાર બાદ એને વાટકા નો આકાર આપી એમાં સ્ટફિંગ બોલ  મૂકી ને બરોબર પેક કરી લ્યો ને ફરી ગોળ કરી લ્યો અને હથેળી વચ્ચે થોડી દબાવી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો નવશેકું ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ કચોરી નાખી તરવા મૂકો કચોરી પોતાની રીતે ઉપર આવે ત્યાં બાદ ગેસ મિડીયમ કરી કચોરી ને ઉથલાવી દયો ત્યાર બાદ બધી બાજુથી ગોલ્ડન તરી લ્યો ને ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો નવશેકું ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ કચોરી નાખી તરવા મૂકો કચોરી પોતાની રીતે ઉપર આવે ત્યાં બાદ ગેસ મિડીયમ કરી કચોરી ને ઉથલાવી દયો ત્યાર બાદ બધી બાજુથી ગોલ્ડન તરી લ્યો ને ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો
  • હવે બીજી કચોરી નાખતા પહેલા ગેસ બંધ કરી તેલ ને ઠંડુ કરી લ્યો ને ફરી તેલ નવશેકું રહે ત્યાંબાદ બીજી કચોરી તરવા નાખવી ને એને પણ પહેલા ધીમા તાપે ત્યાર બાદ મિડીયમ તાપે ગોલ્ડનતરી લ્યો આમ બધી કચોરી તરી લ્યો ને સાવ ઠંડી થવા દયો
  • હવે બીજી કચોરી નાખતા પહેલા ગેસ બંધ કરી તેલ ને ઠંડુ કરી લ્યો ને ફરી તેલ નવશેકું રહે ત્યાં બાદ બીજી કચોરી તરવા નાખવી ને એને પણ પહેલા ધીમા તાપે ત્યાર બાદ મિડીયમ તાપે ગોલ્ડન તરી લ્યો આમ બધી કચોરી તરી લ્યો ને સાવ ઠંડી થવા દયો
  • કચોરી સાવ ઠંડી થાય ત્યાર બાદ એમાં આંગળી થી કાણું કરી ખાંડ ની ચાસણી માં બે ચાર મિનિટ બોડી રાખો ત્યાર બાદ કાઢી લ્યો અથવા કાણું કર્યા વગર જ ચાસણી માં બોડી ને કાઢી લ્યો ને ઉપરડ્રાય ફ્રુટ ની કતરણ થી ગાર્નિશ કરી મજા લ્યો મીની માવા કચોરી

Mini mava kachori recipe notes

  • સ્ટફિંગમાં તમે માવા સાથે તમારી પસંદ ના ડ્રાય ફ્રુટ નાખી શકો છો
  • કચોરીને ખાંડ ની ચાસણીમાં બોર્યાં વગર પણ મજા લઇ શકો છો
  • કચોરીને ખસ્તા કરવા માટે પહેલા ધીમા પ્તપે ત્યાર બાદ મિડીયમ તાપે તરવી
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો