બીલી ફળ નો શરબત - બેલ નો શરબત બનાવવા સૌ પ્રથમ બેલ ફળ લ્યો અને પાણીથી બરોબર ધોઇલ્યો ત્યાર બાદ વેલણ વડે અથવા ધસ્તા વડે એને તોડી લ્યો હવે ચમચા ની મદદ થી એનો પલ્પ એક તપેલી માં કાઢી લ્યો બેલ ની છાલ પર પલ્પ ચોંટેલા હોય છે એને પણ ચમચી થી બરોબર ઘસીને કાઢી લ્યો
હવે પલ્પ માં અડધો લીટર ઠંડુ પાણી નાખો ત્યાર બાદ હાથ વડે મેસ કરતા જઈ પલ્પ માં રહેલા રસાને બીજ માં ચોંટેલા પલ્પ ને અલગ કરી લ્યો,
હવે મેસ કરેલા પલ્પ ને ગરણી માં નાખીને ગાળી લ્યો ને હાથે થી કે ચમચા થી દબાવી દબાવી ને પલ્પ ને અલગ કરી લ્યો હવે ગરણીમાં રહેલ પલ્પ ને બીજી તપેલી માં નાખો ને એમાં બીજું અડધો લીટર ઠંડુ પાણી નાખી ફરીથી બરોબર મેસ કરી લ્યો ને ફરી એક વખત ગરણી થી ગાળી લ્યો
હવે તૈયાર શરબત માં ખાંડ, સંચળ, ફુદીના ના પાન તોડી થવા મેસ કરી ને નાખો સાથે લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો ખાંડ ને બરોબર ઓગળી લ્યો ,
હવે સર્વિંગ ગ્લાસ માં બરફ ના ટુકડા ને ફુદીના ના પાંદડા નાખી તૈયાર શરબત એમાં નાખી મિક્સ કરો ઠંડો ઠંડો સર્વ કરો બેલ નો શરબત