દહીં બનાવવા સૌપ્રથમ એક જાડા તળિયા વાળી તપેલી માં બે ચાર ચમચી પાણી નાખી દયો જેથી દૂધ ગરમ થાય તો તરીયા માં ચોંટે નહિ ત્યાર બાદ ગરણી થી દૂધ ગાળી ને નાખો હવે તપેલી ને ગેસ પર મૂકો અને ગેસ ચાલુ કરી ફૂલ તાપે દૂધ ને ગરમ કરવા મૂકો
જો તમારા પાસે ઉભવાનો સમય હોય તો ફૂલ તાપે મૂકો નહિતર ધીમા તાપે દૂધ ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય ત્યારે વચ્ચે વચ્ચે હલાવતા રહેવું જેથી દૂધ તરીયા માં ચોંટે નહિ જો દૂધ ફૂલ તાપે મુકેલ હોય તો દૂધ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો ને ધીમા તાપે દસ પંદર મિનિટ સુધી ઉકાળી લ્યો
દૂધ બરોબર ઉકાળી જાય એટલે ગેસ બંધ કરી નાખો ને દૂધ નવશેકું થાય ત્યાં સુધી ઠંડુ કરી લ્યો દૂધ નવશેકું રહે એટલે એમાં પા ચમચી દહીં નાખી થોડું હલાવી લ્યો,
ત્યાર બાદ ઢાંકી ને ગરમી ની સીઝન માં છ સાત કલાક અને ઠંડી ની સીઝન માં દસ બાર કલાક ગરમ જગ્યાએ મૂકી રાખવું જેથી દહી બરોબર જામી જાય તો તૈયાર છે દહીં