કાળી દ્રાક્ષ નો સોડા શરબત બનાવવા સૌ પ્રથમ કાળી દ્રાક્ષ ને સાફ કરી સારી દ્રાક્ષ લ્યો એનેબે પાણી થી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં કાળી દ્રાક્ષ નાખો સાથે પાણી નાખી ગેસ ચાલુ કરી દ્રાક્ષ ને ચડાવી લ્યો
દ્રાક્ષને મિડીયમ તાપે પાણી સાથે પંદર થી વીસ મિનિટ ઉકાળો વીસ મિનિટ ઉકાળી લીધા બાદ એમાં ખાંડ અને લીંબુનો રસ નાખી બીજી દસ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને મિશ્રણને સાવ ઠંડુ થવા દયો
દ્રાક્ષ વાળુ મિશ્રણ બિલકુલ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી લ્યો ને બરોબર પીસી લીધા બાદ ગરણી થી ગાળી લ્યો ત્યાર બાદ બરણી માં ભરી ફ્રીઝ માં મૂકી દયો
કાળી દ્રાક્ષ માંથી સોડા શરબત બનાવવા એક ગ્લાસ માં પા કપ તૈયાર કરેલ શરબત બરફ ના ટુકડા નાખો સાથે એમાં સોડા નાખી મિક્સ કરી લ્યો ને ઉપરથી ફ્રિદીના ના પાંદ અને લીંબુની સ્લાઈસથી ગાર્નિશ કરી મજા લ્યો કાળી દ્રાક્ષ માંથી સોડા શરબત