ત્રણ પ્રકારની છાસ બનાવવાની રીત | Tran prakar ni chaas banavani rit | Three types of buttermilk recipe in gujarati
નમસ્તે મિત્રો આજે આપણે ત્રણ પ્રકારની છાસ બનાવવાની રીત - Tran prakar ni chaas banavani rit શીખીશું,ગરમી માંબધા આઈસક્રીમ, કોલ્ડ્રિંગ્સ, ઠંડા પીણાપી ને ઠંડક મેળવવા ખાતાપીતા હોય છે પણ છાસ એ એવું પીણું છે જે ઠંડક તો આપે છે સાથેસ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે આજ આપણે ત્રણ ફ્લેવર્સ વાળી છાસ બનાવશું જે ગરમી માંઠંડક તો આપશે સાથે ગેસ, અપચા જેવી બીમારી ને પણ દૂર કરશે તો ચાલોત્રણ પ્રકારની Three types of buttermilk recipe in gujarati શીખીએ
4.75 from 4 votes
Prep Time: 30 minutesminutes
Total Time: 30 minutesminutes
Servings: 4વ્યક્તિ
Equipment
1 મિક્સર જાર
Ingredients
બીટ વાળી છાસ બનાવવા માટેની સામગ્રી
1 ½ કપદહીં
1બાફેલી બીટ
1-2લીલા મરચા સુધારેલા
1 ચમચીઆદુ નો રસ
½ ચમચીશેકેલ જીરું પાઉડર
¼ ચમચીસંચળ ¼ ચમચી
મીઠું સ્વાદ મુજબ
2-3 ચમચીફુદીના ના પાંદડા
બરફ ના ટુકડા
પાણી જરૂર મુજબ
લીંબુ આદુ વાળી છાસ બનાવવા માટેની સામગ્રી
1 ½ કપદહીં
2 ચમચીલીંબુનો રસ
1ચમચીઆદુનો રસ
½ચમચીશેકેલ જીરું પાઉડર
મીઠું સ્વાદ મુજબ
¼ચમચીસંચળ
4-5ચમચીલીલા ધાણા
પાણી જરૂર મુજબ
બરફ ના ટુકડા
કાકડી ફુદીના છાસ બનાવવા માટેની સામગ્રી
1 ½ કપદહી
¾ કપઝીણી સુધારેલી કાકડી
¼કપફુદીના ના પાંદડા
1લીલા મરચા સુધારેલા
1ચમચીશેકેલ જીરું પાઉડર
¼ ચમચીસંચળ
મીઠું સ્વાદ મુજબ
½ચમચીમરી પાઉડર
પાણી જરૂર મુજબ
બરફ ના ટુકડા
Instructions
ત્રણ પ્રકારની છાસ | Tran prakar ni chaas | Tree types of buttermilk recipe in gujarati
ત્રણ પ્રકારની છાસ મા આપણે સૌપ્રથમ બીટ વાળી છાસ બનાવવાની રીત જાણીશું ત્યારબાદ લીંબુ આદુ વાળી છાસ બનાવવાની રીત અને છેલ્લે કાકડી ફુદીના છાસ બનાવવાની રીત શીખીશું
બીટ વાળી છાસ બનાવવાની રીત
બીટ વાળી છાસ બનાવવા સૌપ્રથમ બીટ ને બાફી લ્યો અને બફાઈ જાય એટલે ઠંડી કરી લ્યો ત્યાર બાદએને છોલી ને સાફ કરી કટકા કરી લ્યો અને તૈયાર કરેલ કટકા ને મિક્સર જારમાં નાખો સાથેદહીં, લીલા મરચા સુધારેલા,આદુ નો રસ, શેકેલ જીરું પાઉડર, સંચળ, મીઠું સ્વાદ મુજબ અને ફુદીના ના પાંદડા નાખી ને બરોબર પીસી લ્યો
હવે મિશ્રણ બરોબર પીસાઈ જાય એટલે એમાં પાણી જરૂર મુજબ નાખી ને ફરીથી પીસી લ્યો ને છાસ તૈયાર કરી લ્યો ને તૈયાર છાસ માં બરફ ના ટુકડા નાખી ને ફુદીના ના પાંદડાથી ગાર્નિશ કરી સર્વકરો બીટ વાળી છાસ
લીંબુ આદુ વાળી છાસ બનાવવાની રીત
લીંબુ આદુ વાળી છાસ બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં દહીં , લીંબુ નો રસ, આદુનો રસ, શેકેલ જીરું પાઉડર, મીઠું સ્વાદમુજબ, સંચળ અને લીલા ધાણા નાખી ને પીસી લ્યો
હવે મિશ્રણ બરોબર પીસી લ્યો એટલે એમાં પાણી જરૂર મુજબ નાખી ફરીથી બરોબર પીસી લ્યો હવે તૈયાર છાસ માં બરફ ના ટુકડા નાખી મિક્સ કરી ઉપરથી લીંબુ ની સ્લાઈસ અને લીલા ધાણા ના પાંદડા થી ગાર્નિશ કરી સર્વ કરો લીંબુ આદુ વાળી છાસ
કાકડી ફુદીના છાસ બનાવવાની રીત
કાકડી ફુદીના વાળી છાસ બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં દહી, ઝીણી સુધારેલી કાકડી, ફુદીના ના પાંદડા, લીલા મરચા સુધારેલ, શેકેલ જીરું પાઉડર, સંચળ, મીઠુંસ્વાદ મુજબ અને મરી પાઉડર નાખી ને બરોબર પીસી લ્યો
હવે મિશ્રણ બરોબર પીસાઈ જાય એટલે એમાં પાણી જરૂર મુજબ નાખી ફરીથી બરોબર પીસી લ્યો છાસ બરોબર પીસાઈ જાય એટલે એમાં બરફ ના ટુકડા નાખી મિક્સ કરી ઉપરથી શેકેલ જીરું પાઉડર છાંટી ને ઠંડી ઠંડી સર્વ કરો કાકડી ફુદીના વાળી છાસ
Tree types of buttermilk recipe in gujarati
અહી અમે અમારા ટેસ્ટ મુજબ ના મસાલા નાખી છાસ તૈયાર કરેલ છે તમે તમારા ટેસ્ટ મુજબ મસાલા ઓછા વધુ કરી શકો છો
પાણી તમે પસંદ હોય એટલી ઘટ્ટ કે પાતળી બનાવી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો