પીઝાના ટોપિંગ માટે એક કઢાઈમાં એક ચમચી તેલગરમ કરો
તેલ ગરમ થાય એટલે તેમાં સુધારેલી ડુંગળી, કેપ્સીકમ ,મશરૂમ , ટમેટા નાખી ફુલ તાપે બેથી ત્રણ મિનિટ શેકો
ત્યારબાદ તેમાં મરી પાવડર ,ઓરેગાનો અને સ્વાદ મુજબ થોડુંક મીઠું નાખી મિક્સ કરી શેકી લ્યોશેકેલા ટોપીંગ ને એક વાસણમાં કાઢી લ્યો
અડધો કલાક બાદ બાંધેલા લોટમાંથી તમારી તવી નાસાઈઝ પ્રમાણે નાના મોટા લુઆ બનાવી લ્યો
હવે એક લુવો લઈ હાથ વડે અથવા વેલણ વડે પીઝાનો બેસ(રોટલો) તૈયાર કરો અને તેમાં કાટા ચમચી થી કા કરો
ત્યારબાદ ગેસ પર એક કડાઈ અથવા તવી ગરમ કરો ગરમથાય એટલે ગેસ ધીમો કરી તેને તેલ વડે ગ્રીસ કરો
હવે તૈયાર રોટલાની તેના પર મૂકો રોટલો બેથીત્રણ મિનિટ ચડાવો
હવે તેને ઉપરની બાજુ પર થોડું તેલ લગાડી તેનેઉથલાવી લ્યો
હવે ઉપરની બાજુ તૈયાર કરેલ પીઝા સોસ લગાડો ત્યારબાદતેના પર મોઝરેલા ચીઝ છાંટો ત્યારબાદ તેના પર શેકીને એક બાજુ મુકેલ ટોપિંગ મૂકો
ઉપરથી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટી ઢાંકણઢાંકી ચારથી પાંચ મિનિટ અથવા તો ચીઝ ઓગળે ત્યાં સુધી પીઝા ને ચડાવો
તૈયાર થયેલા પીઝા ને સર્વિંગ ડીશમાં કાઢી પીઝાકટર વડે કટકા કરી પીઝાનો આનંદ માણો