હેલ્ધી ચીલા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાફ કરેલ ચણા દાળ, અડદ દાળ, ફોતરા વગરની મગ દાળ અને ચોખા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદચાર પાંચ ગ્લાસ પાણી નાખી ઢાંકી ને બે ચાર કલાક પલાળી મૂકો ચાર કલાક પછી દાળ નું પાણી નિતારી લ્યો
હવે મિક્સર જારમાં નિતરેળ દાળ ચોખા નાખી પીસી લ્યો ને દાળ ને કરકરી પીસવા માટે પાણી નીજરૂર લાગે તો જરૂર મુજબ પાણી અને દહી ચાર પાંચ ચમચી દહીં નાખી ઘટ્ટ પીસીલ્યો,
આમ બધી દાળ પીસી ને એક મોટા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ પાણી નાખી ઢોસા ના મિશ્રણ જેવું મિશ્રણ તૈયાર કરી લ્યો
હવે મિશ્રણ માં આદુ પેસ્ટ, લીલા મરચા ની પેસ્ટ અને હળદર, હિંગ, ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને બે ત્રણ કલાક એક બાજુ મૂકી દયો
હવે બે કલાક પછી મિશ્રણ લ્યો એમાં બેસન, સોજી અને પીસેલી ખાંડ અને ઢોસા નું મિશ્રણ તૈયાર કરી લ્યો નાખી મિક્સ કરી લ્યો,
ત્યારબાદ ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે તૈયાર કરેલ મિશ્રણ નાખી ફેરવી નેચીલો બનાવો ઉપર માખણ લગાવી એના પર છીણેલું ગાજર, પાનકોબી, ડુંગળી,લીલા મરચા, આદુ, પનીર,લીલા ધાણા છાંટી અને લાલ મરચા નો પાઉડર,ચાર્ટ મસાલોઅને ચીઝ નાખી ચીલા ને ચડાવી લ્યોને બરોબર ચડી જાય એટલે ઉતારી લ્યો આમ બીજા બધા ચીલા તૈયાર કરી લ્યો તો તૈયાર છે હેલ્થી ચીલા વિથ ચટણી