ચાટ મસાલો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં આખા ધાણા, જીરું, મરી અને કાચી વરિયાળી નાખી ધીમા તાપે શેકો બે ચાર મિનિટ શેકી લીધા બાદ એમાંથીસુંગધ આવવા લાગે અને રંગ થોડો બ્રાઉન થાય એટલે ગેસ બંધ કરી નાખો ત્યાર બાદ એમાં અજમો અને હિંગ નાખી મિક્સ કરી લ્યો
હવે શેકેલ મસાલા ને બીજા વાસણમાં કાઢી લ્યો ને ઠંડા થવા દયો શેકેલ મસાલા સાવ ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી એક વખત પીસી લ્યો,
ત્યારબાદ એમાં સંચળ, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, મીઠુંસ્વાદ મુજબ, સૂંઠ પાઉડર અને આમચૂર પાઉડર નાખી બરોબર પીસી ને પાઉડર તૈયાર કરી લ્યો
તૈયાર પાઉડર ને એર ટાઈટ બરણી માં ભરી લ્યો ત્યાર બાદ કે પણ વાનગી માં નાખવો હોય એમાં છાંટોને મજા લ્યો ચાર્ટ મસાલો