બટાકાની ચિપ્સ બનાવવા સૌપ્રથમ એક કિલો બટાકા ને પાણીથી બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ એને છોલી ને પાણી ભરેલા વાસણમાં મૂકતા જાઓ બધા બટાકા ને છોલી લીધા બાદ ચિપ્સ બનાવવાના મશીન થી ના સાવ પાતળી ના ઘણી જાડી ચિપ્સ પાડી લ્યો ને તૈયાર કરેલ ચિપ્સ નેપાણી મા નાખતા જાઓ આમ એક એક બટાકા ને છીણી ને ચિપ્સ બનાવી લ્યો.
હવે ચાર પાંચ પાણી થી અલગ અલગ વાસણમાં ફેરવતા જઈ બરોબર ધોઇ લ્યો ને પાણી બિલ કુલ ચોખુ થાય ત્યાં સુધી ધોઇ લેવું જ્યારે પાણી બિલકુલ ચોખું થાય એટલે ચિપ્સ પાણીમાં ડૂબી એટલા પાણીમાં ચિપ્સ નાખી દયો હવે ફટકડી ને ચાર પાંચ વખત ગોળ ગોળ ચિપ્સ વાળા પાણી માં ફેરવી લ્યો.
હવે ગેસ પર એક મોટા વાસણમાં બે ત્રણ લીટર પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે તેમાં ફટકડીને ચાર પાંચ વખત ફેરવી લ્યો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો હવે એમાં પાણીમાંરાખેલ ચિપ્સ ને ચારણી માં કાઢી ગરમ પાણી માં નાખી બે મિનિટ પછી ઝારા થી ઉથલાવી લ્યો ત્યાર બાદ બીજી બે મિનિટ પછી ઉથલાવી લ્યો.
ચાર મિનિટ પછી એકાદ ચિપ્સ લઈ ચેક કરી જો આરામ થી આંગળી ના નખ ને દબાવતા આરામ થી કાપો પડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો અને ઘર માં પંખા નીચે કપડા પર એક એક કરી ને સૂકવી લ્યો,
એક બે દિવસ માં ચિપ્સ સુકાઈ જાય ત્યાર બાદ મોટા વાસણમાં મૂકી બે ત્રણ કલાક તડકા માં મૂકી દયો ત્યાર બાદ ડબ્બામાં ભ્રી બરોબર પેક કરી લ્યોને જ્યારે પણ બટાકા ચિપ્સ ખાવી હોય ત્યારે તેલ માં તરી ને મજા લ્યો બટાકા ચિપ્સ.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં સૂકવેલા ચિપ્સ થોડા થોડા નાખી ને તરી લ્યો તરેલા ચિપ્સ પર લાલ મરચાનો પાઉડર છાંટી અથવા મન પસંદ મસાલા છાંટી મજા લ્યો બટાકા ચિપ્સ.