પનીર ટિક્કા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં દહીં ટિંગાડેલું, શેકેલ બેસન, તેલ/ રાઈ નું તેલ, ગરમ મસાલો, આદુ લસણની પેસ્ટ, લાલ મરચાનો પાઉડર, શેકેલ જીરું પાઉડર, મરી પાઉડર, લીંબુનો રસ,જાયફળ પાઉડર અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો,
હવે એમાં પનીરના કટકા નાખો એને પણ હલકા હાથે મિક્સ કરી લ્યો ત્યાર બાદ કેપ્સીકમ અને ડુંગળીના કટકા નાખી મિક્સ કરી ઢાંકી ને ફ્રીઝ માં અડધા કલાક થી એક કલાક મૂકો
હવે જો લાકડા ની સ્ટીક વાપરતા હો તો એકાદ કલાક પાણી માં પલાળી મૂકવી ફ્રીઝ માં ઓછામાં ઓછા અડધા કલાક મૂક્યા બાદ મેરીનેટ કરેલ કેપ્સીકમ નો કટકો, પનીર નો કટકો, ડુંગળી ના કટકા એમ એક પછી એક નાખતા જાઓ.આમ બધી સ્ટીક માં મેરીનેટ કરેલ પનીર, કેપ્સીકમ અને ડુંગળી નાખી તૈયાર કરી લ્યો
ત્યારબાદ ગેસ પર તવી ગરમ કરો એમાં માખણ કે તેલ નાખોને સ્ટીક ને મૂકી એક બાજુ શેકો થોડું શેકાઈ એટલે એની સાઈડ બદલાવી બીજી બાજુ શેકો,
આમ બધી બાજુ થોડા થોડા ઉથલાવી ને શેકતા જાઓ બધી બાજુ શેકાઈ જાય એટલે તવી પર થી ઉતરી ને સર્વકરો પનીર ટિક્કા વિથ લીલી ચટણી