રાજગરા ની પુરી બનાવવા સૌ પ્રથમ કુકર મા બટાકા ને બાફી લ્યો બટાકા બરોબર બફાઈ જાય એટલે છોલી ને બરોબર મેસ કરી લ્યો હવે કથરોટ માં ચાળી ને રાજગરા નો લોટ લ્યોએમાં બાફી છીણી ને મેસ કરેલા બટાકા નાખો સાથે સ્વાદ મુજબ ફરાળી મીઠું, આદુ મરચાની પેસ્ટ, તેલ એક ચમચી, લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો
લોટ બાંધવા પાણી જોઈએ તો જરૂર મુજબ પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી લોટ ને બરોબર મસળી લ્યો ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો ને દસ મિનિટ પછી ફરીથી લોટ ને મસળી લઈ ને લોટ માંથી લુવા બનાવી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી પ્લાસ્ટિક પર તેલ લગાવી એમાં તૈયાર લુવો મૂકી પુરી ને હલકા હાથે વણી લ્યો ને વણેલી પુરી ગરમ તેલ માં નાખી તરી લ્યો,