કાળી મસૂર દાળ તડકા બનાવવા સૌપ્રથમ કાળી મસૂર દાળ સાફ કરી ને બે ત્રણ પાણીથી ઘસી ને ધોઇ લ્યો ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી ઢાંકી ને અડધો કલાક મૂકો અડધા કલાક પછી દાળ બરોબર પલળી જાય એટલે એનું પાણી નિતારી લ્યો ને એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કુકરમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં સૂકા લાલ મરચા, જીરું નાખી જીરું ને તતડાવી લ્યો ત્યાર બાદ એમાં મોટી એલચી, તમાલપત્ર નાખી મિક્સ કરી લ્યોહવે એમાં હિંગ અને સુધારેલ લસણ ની એક ચમચી નાખી મિક્સ કરી લ્યો અને હવે એમાં ઝીણી સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી ફૂલ તાપે લાઈટ ગોલ્ડન ડુંગળી ને શેકો
ડુંગળી લાઈટ ગોલ્ડન થાય એટલે ગેસ ધીમો કરી આદુ પેસ્ટ અને લીલા મરચા નાખી મિક્સ કરી બે સેકન્ડ શેકો હવે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી મસાલા ને શેકી લ્યો મસાલા શેકાઈ જાય એટલેએમાં ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરી લ્યો અને ગેસ ફૂલ કરી લ્યો
ટમેટા સાથે સ્વાદ મુજબ મીઠું અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને ટમેટા ગરી જાયઅને તેલ અલગ થાય ત્યાં સુધી શેકી લ્યો ટમેટા બરોબર શેકાઈ જાય એટલે એમાં નિતારી રાખેલ કાળી મસૂર દાળ નાખો ને એને પણ ને ચાર મિનિટ મસાલા સાથે શેકી લ્યો ત્યાર બાદએમાં દાળ ના ભાગ નું મીઠું અને પાંચ કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો
દાળ બરોબર મિક્સ થઈ જાય એટલે કુકર નું ઢાંકણ બંધ કરી ફૂલ તાપે એક સીટી વગાડી લ્યો ત્યારબાદ ગેસ ધીમો કરી ને પંદર વીસ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લ્યો અને કુકરમાંથી હવા નીકળવા દયો કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી દાળ ને હલાવી લ્યો નેએક બાજુ મૂકો