મેંગલોર બન્સ બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં કેળા સુધારી ને નાખો સાથે ખાંડ, દહીં, મલાઈ, એલચી પાઉડર, મીઠું નાખી નેપીસી લ્યો અને એક મોટા વાસણમાં કાઢી લ્યો,
હવે એમાં ચાળી મેંદા નો લોટ, જીરું, બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યોનરમ લોટ તૈયાર કરો હવે એના પર ઘી લગાવી દયો.
હવે એક કપડું ભીનું કરી બરોબર નીચોવી ને ઢાંકી મુકો અને કપડા પર પ્લેટ મૂકી દયો હવે ગરમ જગ્યાએ આથો આવવા ઓછા માં ઓછી આઠ થી નવ કલાક અથવા આખી રાત મૂકી દયો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી લોટ મેથી એક ચમચી લોટ લ્યો એમાંથી લુવો બનાવી કોરા લોટ થી મિડીયમ જાડો વણી લ્યો આમ બે ત્રણ લુવા બનાવી વણીને તૈયાર કરી લ્યો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં વણી રાખેલ બન્સ નાખો ને ઉપરની બાજુ કડછી થી ગરમ તેલ નાખતા જાઓ.
આમ એક બાજુ બન્સ ગોલ્ડન થાય એટલે ઉથલાવી લ્યો ને બીજી બાજુ પણ ગોલ્ડન તરી લ્યો આમ બને બાજુ ગોલ્ડન થાય એટલે ઝારાથી કાઢી ને પેપર નેપકીન પર નાખો જેથી વધારાનું તેલ નીકળી જાય આમ બીજા બન્સ વણી ને મિડયમ ગરમ તેલમાં નાખો ને બધા બન્સ ને બને બાજુ ગોલ્ડન તરી લ્યો ને પેપર નેપકીન પર મૂકતા જાઓ તૈયાર બન્સ ને નારિયળ ની ચટણી અને વેજ કુરમાં સાથે સર્વ કરો મેંગલોર બન્સ.