ફરાળી અપ્પમ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાફ કરેલ સામો / મોરિયો અને સાબુદાણા નાખી ને બે ત્રણ પાણીથી ધોઈ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એમાં બે ચાર ગ્લાસ પાણી નાખી બે ત્રણ કલાક પલાળીમૂકો ત્રણ કલાક પછી પાણી ને નિતારી લ્યો ત્યાર બાદ સાબુદાણા સામો મિક્સર જારમાં નાખોને પીસી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી મિડીયમ ઘટ્ટ મિશ્રણ પીસી ને તૈયાર કરો
પીસેલા મિશ્રણ ને એક વાસણમાં કાઢી લ્યો આમ બધા સામો અને સાબુદાણા ને પીસી ને તૈયાર કરી લ્યો હવે પીસેલા મિશ્રણ ને દસ મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકો દસ મિનિટ પછી એમાં જીરું, લીલા મરચા ઝીણા સમારેલા,ઝીણા સમારેલા લીલાં ધાણા અને ફરાળી મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં ઇનો નાખી બરોબર મિક્સ કરી લ્યો
હવે ગેસ પર અપ્પમપાત્ર માં પા ચમચી ઘી કે તેલ નાખી ગરમ કરી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી નાખો ને એમાં તૈયાર કરેલ મિશ્રણ અપ્પમ પાત્રમાં એક એક ચમચી નાખો ને ત્યાર બાદ ઢાંકીને બે ત્રણ મિનિટ ચડવા દયો ત્રણ મિનિટ પછી એના પર ફરીથી પા ચમચી ઘી કે તેલ નાખી ચમચીથી બધા અપ્પમ ને ઉથલાવી લ્યો ને ફરીથી ઢાંકી ને બીજી બે ત્રણ મિનિટ ચડાવી લ્યો
આમ બને બાજુ ગોલ્ડન શેકી લીધા બાદ તૈયાર ફરાળી અપ્પમ ને કાઢી લ્યો ને બીજા અપ્પમ નું મિશ્રણ નાખી ગોલ્ડન શેકી લ્યો ને બીજા ફરાળી અપ્પમ બનાવી ને તૈયાર કરી લ્યો તો તૈયાર છે ફરાળી અપ્પમ અને લીલી ચટણી