ગ્રેવી બનાવવા ગેસ પર એક તપેલીમાં એક થી દોઢ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં કાજુ અને મગતરી ના બીજ નાખી ઢાંકી ને દસ મિનિટ બાફી લ્યો દસ મિનિટ પછી ગેસ બંધ કરીકાજુ ને મગતરી ના બીજ ને ચારણીમાં કાઢી પાણી નિતારી થોડા ઠંડા કરી લ્યો હવે એને મિક્સર જારમાં નાખી જરૂર મુજબ થોડું પાણી નાખી ઘટ્ટ પીસી ને પેસ્ટ તૈયાર કરી લ્યો
હવે એક વાસણમાં દહીં ને ફેટી ને લ્યો એમાં પીસેલા કાજુ ની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો ત્યારબાદ એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને હળદર નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, એલચી, લવિંગ, લીલા મરચા સુધારેલા અને આદુ પેસ્ટ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં મસાલા વાળુ દહી નાખો ને મિડીયમ તાપે હલાવતા રહો જ્યાં સુંધી એમાં એકઉભરો ના આવે ત્યાં સુંધી ( અહી હલાવતા બરોબર રહેવું નહિતર દહી ફાટી જસે ને પાણી અલગ થઈ જશે તો ગ્રેવી બગડી જસે )
હવે ગ્રેવી માં ઉભરો આવે એટલે એમાં જરૂર મુજબ ગરમ પાણી નાખી મિક્સ કરી લ્યો ને ઉકાળી લ્યો ત્યાર બાદ એમાં શેકેલ પનીર ના કટકા નાખી ને મિક્સ કરી લ્યો ને ઉપર થી ગરમ મસાલો, મસળી ને કસુરી મેથી,કાશ્મીરી લાલ મરચાનો પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ધીમા તાપે દસ મિનિટ ચડવા દયો
શાકને વચ્ચે થોડી થોડી વારે હલાવતા રહેવું દસ મિનિટ ચડી જાય એટલે ગેસ બંધ કરી ઉપરથી લીલા ધાણા સુધારેલા નાખી ગરમ ગરમ સર્વ કરો ડુંગળી લસણ વગરના દહી વાળા પનીર નું શાક