જીરા સોડા શરબત નું પ્રીમિક્ષ બનાવવાની રીત | Jeera soda sarbat premix banavani rit | Jeera soda sarbat premix recipe in gujarati
નમસ્તે મિત્રો આજે આપણે જીરા સોડા શરબત નું પ્રીમિક્ષ બનાવવાની રીત - Jeera soda sarbat premix banavani rit શીખીશું, જીરા સોડા આપણે ઘણી વખત બહાર મંગાવ્યો હસે નેઘરે પણ ઘણી વખત બહાર જેવો જીરા સોડા બનાવવા પ્રયત્ન કરેલ હસે પણ બન્યો નથી,તો આજ આપણે એક વખત તૈયાર કરી પ્રિમિક્ષ તૈયાર કરી જ્યારે પણ ઈચ્છા થાયત્યારે મજા લઈ શકાય એવો એકદમ ટેસ્ટી Jeera soda sarbat premix recipe in gujarati શીખીએ.
3.75 from 4 votes
Prep Time: 20 minutesminutes
Cook Time: 10 minutesminutes
Total Time: 30 minutesminutes
Servings: 10ગ્લાસ
Equipment
1 કડાઈ
1 મિક્સર
Ingredients
જીરા સોડા શરબત નું પ્રીમિક્ષ બનાવવા જરૂરી સામગ્રી
½ કપજીરું
1ચમચીમરી
1નાનોતજ નો ટુકડો
2ચમચીસંચળ
½ચમચીમીઠું
2ચમચીચાર્ટ મસાલો
1-2ચપટીહિંગ
એક ગ્લાસ જીરા સોડા શરબત બનાવવા માટેની સામગ્રી
1ચમચીપીસેલી ખાંડ
2ચમચીલીંબુનો રસ
½ચમચીજીરા સોડા પ્રીમિક્ષ
5-7ફુદીના ના પાન
સોડા
2-3બરફના ટુકડા
Instructions
જીરા સોડા શરબત નું પ્રીમિક્ષ | Jeera soda sarbat premix | Jeera soda sarbat premix recipe
જીરા સોડા પ્રીમિક્ષ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં જીરું નાખી પાંચ દસ સેકન્ડ સાવ ધીમા તાપે શેકો, ત્યાર બાદ એમાં તજ નો ટુકડો અને મરી નાખી ધીમા તાપે હલાવતા રહી જીરું ગોલ્ડનથાય ત્યાં સુધી શેકી લ્યો બધા મસાલા બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી એને ઠંડા થવા બીજા વાસણમાં કાઢી લેવા.
હવે શેકેલ મસાલા ઠંડા થાય એટલે એને મિક્સર જારમાં નાખો સાથે સંચળ, મીઠું, ચાર્ટ મસાલો અને હિંગ નાખી પીસી ને પાઉડર બનાવી લ્યો ત્યાર બાદ એને ચાળી લ્યોને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો તો તૈયાર છે જીરા સોડા પ્રીમિક્ષ.
જીરા સોડા શરબત બનાવવાની રીત
એક ગ્લાસમાં પીસેલી ખાંડ, લીંબુનો રસ, જીરા પ્રીમિક્ષ, ફુદીના ના પાંદડા તોડી ને નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બરફ અનેસોડા નાખી બરોબર મિક્સ કરી મજા લ્યો જીરા સોડા શરબત
Jeera soda sarbat premix recipe in gujarati notes
અહી તમે આ પ્રીમિક્ષ ને જો વ્રત ઉપવાસમાં બનાવવો હોય તો હિંગ ના નાખવી
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો