દહીં વાળા ભીંડા મસાલા બનાવવા સૌપ્રથમ ભીંડા ને બરોબર ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા થી લુછી ને સાવ કોરા કરી લ્યો ને ચાકુથી બને બાજુ થી દાડી કાપી નાખોને વચ્ચે કાપો પાડી લ્યો અને મિક્સર જારમાં ટમેટા સુધારેલ, લીલામરચા અને આદુ નાખી ને પીસી લ્યો
હવે એક કડાઈમાં બે ત્રણ ચમચી ગરમ કરવા કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં ભીંડા નાખી મિડીયમ તાપે પાંચ સાત મિનિટ હલાવતા રહી શેકી લ્યો સાત મિનિટ શેકી લીધા બાદ ભીંડા ને બીજા વાસણમાં કાઢી લ્યો
હવે એજ કડાઈમાં બીજી બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં ટમેટા પ્યુરી અને મીઠું નાખી મિક્સ કરી લ્યો ને ફૂલતાપે તેલ અલગ થાય ત્યાં સુધી શેકો ને ટમેટા ની ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો
ત્યારબાદ મસાલા ને બરોબર શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી બે મિનિટ એમજ રહેવા દયો ત્યાર બાદ એમાં ફેટી રાખેલ દહી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને હવે ફરીથી ગેસ ચાલુ કરી હલાવતા રહી ચડાવી લ્યો ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે તેમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરી ઉકાળી લ્યો
હવે મીઠું ચેક કરી લ્યો ને જરૂર લાગે તો મીઠું નાખો ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં શેકી રાખેલ ભીંડા નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ને ગ્રેવી ને ભીંડા બરોબર ચડી જાય એટલે છેલ્લે એમાં ગરમ મસાલો, સૂકી મેથી મસળી ને નાખો સાથે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ને ગરમ ગરમ સર્વ કરો દહીં વાળા ભીંડા મસાલા