દૂધી ની બરફી બનાવવા સૌપ્રથમ દૂધી ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એને છોલી લ્યો ને બે ભાગ માં કાપી લ્યો ને વચ્ચે થી એક નાનો ટુકડો કાપી ચાખી લ્યો કેમ કે ઘણી વખત કડવી હોયછે તો ચાખી લેવી જો કડવી હોય તો ના વાપરવી
ત્યારબાદ જો દૂધી કાચી હોય તો એમજ છીણી લ્યો અને જો દૂધીમાં બીજ હોય તો વચ્ચે થી બીજ કાઢી લ્યો ને ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો હવે છીણેલી દૂધી ને સાફ પાતળા કપડા માં નાખીને દબાવી ને વધારાનું પાણી કાઢી લ્યો ( તમે છીણેલી દુધી થી પણ બરફી તૈયાર કરી શકો છો પણ એમાં પાણી સૂકવવા ઘણો સમય શેકવી )
હવે ગેસ પર એક કડાઈમાં ઘી નાખી ગરમ.કરો ઘી ગરમ થાય એટલે એમાં છીણેલી દૂધી નાખી બે ચાર મિનિટ હલાવી ને શેકી લ્યો ત્યાર બાદ ઢાંકી ને ધીમા તાપે બીજી ચાર મિનિટ ચડાવી લ્યો ચાર મિનિટ પછી એમાં ફૂલ ક્રીમદૂધ નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને બીજી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો
દૂધ ને દૂધ બરોબર ચડી જાય એટલે એમાં ખાંડ નાખી ને મિક્સ કરી લ્યો ને ખાંડ ઓગળી જાય અને મિશ્રણ થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી હળવતા રહી શેકો મિશ્રણ થોડું ઘટ્ટ થાય એટલે એમાંએલચી પાઉડર, સૂકા નારિયળ નું છીણ અને મિલ્ક પાઉડર નાખી બરોબર મિક્સ કરો લ્યો હલાવતા રહી ઘટ્ટ થવા દયો અને ગ્રીન ફૂડ કલર નાખી મિક્સ કરી લ્યો (જો ફૂડકલર નાખવો હોય તો નાખવો )
મિશ્રણ ઘટ્ટ થાય ત્યાર બાદ એમાં કાજુ, બદામ, પિસ્તા ની કતરણ ને ત્રણ ચાર ચમચી અને સાથે બે ત્રણ ચમચી ઘી નાખી બરોબરમિક્સ કરી લ્યો ને મિશ્રણ કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો અને ગ્રીસ કરેલ થાળી કે મોલ્ડ માં નાખી એક સરખું ફેલાવી લ્યો
હવે સેટ કરેલ બરફી ઉપર થી ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી દબાવી ને સેટ કરી લ્યો ત્યાર બાદ ઠંડીથવા ને સેટ કરવા ઓછા માં ઓછા એકાદ બે કલાક એક બાજુ મૂકો બે કલાક પછીચાકુથી જે સાઇઝ ને આકાર ની બરફી બનાવવી હોય એ સાઇઝ ના કાપા પાડી લ્યો ને પીસ કાઢી લ્યો તૈયાર પીસ ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો દૂધી ની બરફી