ગુલાબ નો શરબત બનાવવા સૌપ્રથમ એક કડાઈ માં ખાંડ અને પાણી નાખો ને ગેસપર ગરમ કરવા મૂકો. ખાંડ ઓગળી જાય ત્યાં સુંધી હલાવતા રહો,
હવે એમાં ગુલાબ ના પાંદડા( સૂકા હોય તો સૂકા નાખવા ને તાજા હોય તો તાજા નાખવા )ને મિક્સ કરી લ્યો ખાંડ ઓગળી જાય એટલે ગેસ ને મિડીયમ કરી ને ખાંડ ને અડધા તારની થાય ત્યાં સુધી ઉકાળી લ્યો.
ખાંડનો અડધો તાર થવા આવે એટલે એમાં રોઝ ફૂડ કલર અને રોઝ એસેંસ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને તૈયાર સિરપ ને ગરણી થી ગાળી ને બીજા વાસણમાં કાઢી લ્યોને ઠંડો થવા દયો રોઝ સિરપ બિલકુલ ઠંડો થઈ જાય એટલે બોટલ માં ભરી ફ્રીઝ માં મૂકી દયોને મજા લ્યો રોઝ સિરપ.
રોઝ સિરપ શરબત બનાવવા એક ગ્લાસમાં જે પ્રમાણે મીઠાસ જોઈએ એ પ્રમાણે બે ત્રણ ચમચી રોઝ સિરપ નાખો સાથે બરફ ના કટકા નાખો ને એમાં ઠંડુ દૂધ કે ઠંડુ પાણી નાખી મિક્સ કરી ને મજા લ્યોરોઝ સિરપ શરબત.