Go Back
+ servings
મેંગો મસ્તાની બનાવવાની રીત - Mango mastani banavani rit - Mango mastani recipe in gujarati

મેંગો મસ્તાની બનાવવાની રીત | Mango mastani banavani rit | Mango mastani recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મેંગો મસ્તાની બનાવવાની રીત - Mango mastani banavani rit શીખીશું. આ મેંગો મસ્તાની પુના બાજુ ખૂબ પ્રખ્યાત ડ્રીંક છે, આ એક ગરમી માં બનતોખાસ શેક છે, જે ગરમી માં ફળો ના રાજા કહેવાતા આંબા માંથી બનાવવામાંઆવે છે આ શેક બનાવવો જેટલો સરળ છે પીવામાં એટલો જ ટેસ્ટી લાગે છે તો ચાલો Mango mastani recipe in gujarati શીખીએ.
4 from 1 vote
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર

Ingredients

મેંગો મસ્તાની બનાવવા જરૂરી સામગ્રી

  • 2 પાકા આંબા
  • 2-3 ચમચી ખાંડ
  • 2 કપ ફૂલ ક્રીમ દૂધ
  • દૂધ
  • દૂધના બરફ ક્યૂબ
  • 2 કપ વેનીલા આઈસ્ક્રીમ

મેંગો મસ્તાની ગાર્નિશ માટે ની સામગ્રી

  • પાકા આંબા ના કટકા
  • વેનીલા આઈસ્ક્રીમ
  • કાજુ, બદામ, પિસ્તા ની કતરણ

Instructions

મેંગો મસ્તાની | Mango mastani | Mango mastani recipe

  • મેંગો મસ્તાની બનાવવા સૌપ્રથમ ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરી ઠંડુ કરી લ્યો ત્યાર બાદ જેમાં બરફ જમાવવા મૂકીએ એમાં પાણી ની જગ્યાએ ઠંડુ કરેલ દૂધ નાખી ને પાંચ સાત કલાક દૂધ ને ફ્રીજરમાં જમાવવા મૂકો જેથી એ બરફ ના ટુકડા જેમ નીકળી શકે ( આ મિલ્ક ક્યૂબ તમે પહેલથી જમાવી ને ફ્રિજરમાં ડબ્બા માં ભરી ને રાખી શકો છો ).
  • હવે પાકેલા આંબા ને પાણીમાં અડધા થી એકાદ કલાક પલાળી મુકો જેથી કરી ને આંબા માં રહેલ ગરમી નીકળી જાય આંબા ને બરોબર પાણીમાં પલાળી લીધા બાદ એને પાણી માંથી કાઢી લ્યો ને ચાકુ વડે છોલી ને સાફ કરી લ્યો ને એક આંબા ના ઝીણા ઝીણા કટકા કરી ફ્રીઝ માં મૂકી દયો નેબીજા બે આંબા ના કટકા કરી મિક્સર જાર માં નાખો.
  • હવે મિક્સર જારમાં આંબા ન કટકા સાથે ખાંડ, મિલ્ક ક્યૂબ, ફૂલ ક્રીમ દૂધ અને વેનીલા આઈસ્ક્રીમ નાખીને બરોબર સ્મૂથ પીસી લ્યો તો તૈયાર છે મેંગો મસ્તાની.

મેંગો મસ્તાની સર્વિંગ કરવાની રીત

  • સૌથી પહેલા ગ્લાસ માં અડધો ગ્લાસ તૈયાર કરેલ મેંગો મસ્તાની નાખો એના પ્ર કાજુ ,બદામ અને પીસ્તા ની કતરણ નાખો અને બે ત્રણ ચમચી આંબા ના કટકા અને ને ત્રણ ચમચી વેનીલા આઈસ્ક્રીમ નાખો એના પર ફરીથી મેંગો મસ્તાની નાખો ને પોણો ગ્લાસ ભરી નાખો એના પર ફરીથી વેનીલા આઈસ્ક્રીમ,કાજુ, બદામ, પિસ્તા ની કતરણઅને આંબા ના કટકા નાખી ગાર્નિશ કરી સર્વ કરો મેંગો મસ્તાની.

Mango mastani recipe in gujarati notes

  • અહી તમે ફૂલ ક્રીમ દૂધ તમને જે પ્રમાણે ઘટ્ટ કે પાતળી પસંદ હોય એ મુજબ વધુ ઓછી માત્રા માં નાખી શકો છો
  • ખાંડની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો ને ખાંડ ની જગ્યાએ તમે મધ પણ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો